Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વીરતા પરમો ધર્મઃ તાકાત નહીં, તાકાત ક્યાં દેખાડવામાં આવે છે એ મહત્ત્વનું છે

વીરતા પરમો ધર્મઃ તાકાત નહીં, તાકાત ક્યાં દેખાડવામાં આવે છે એ મહત્ત્વનું છે

Published : 23 March, 2026 02:05 PM | IST | Mumbai
Swami Satchidananda

યુદ્ધ ખરાબ છે, છે અને છે જ. પણ એ કેવા સંજોગોમાં કરવું પડ્યું છે એ જાણ્યા પછી જ આવું વિધાન કરવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


છેલ્લા થોડા સમયથી વિશ્વમાં કેટકેટલી જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યાં છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનનાં જડબાં તોડ્યાં. અમેરિકાની સહાય લઈને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત મચમચ ચાલી રહી છે. શાંતિ રહે એ જરૂરી છે પણ દરેક તબક્કે શાંતિ રાખીને બેસી રહેવું એ નમાલાપણું છે. મહાત્મા ગાંધી કહેતા કે કોઈ એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો, પણ આ થિયરી દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં યોગ્ય નથી. જો પિતા હાથ ઉપાડે અને તેમની સામે સંતાન બીજો ગાલ ધરે તો એમાં આદર છે પણ કોઈ ગુંડો એવું કામ કરે અને તેની સામે માણસ બીજો ગાલ ધરે તો એ ગાંડપણ છે. જોકે આ વાત સમજ્યા વિના ગાંડપણ દેખાડવાનું શરૂ થઈ ગયું અને બધા અહિંસાના સંદેશને પકડીને ખોટી રીતે આગળ વધતા રહ્યા.

દશકો સુધી એ જ ચાલ્યું અને આપણે દુનિયા સામે પાંગળા સાબિત થવા લાગ્યા. પાકિસ્તાન મન પડે ત્યારે અટકચાળો કરવા માંડ્યું તો ચાઇનાએ પણ એ જ રસ્તો વાપર્યો અને એ સમયની કૉન્ગ્રેસ ગવર્નમેન્ટે બધું ચાલવા દીધું. એ સ્તર પર આપણે દુશ્મનોના તમાચા ખાધા કે આપણી પ્રજા પણ એવું માનવા માંડી કે આપણે તો આ જ કરવાનું હોય. ભલું થજો હિન્દુસ્તાનનું કે આપણને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી મળ્યાં જેણે વીરતા પરમો ધર્મની વિચારધારાને મનમાં રાખીને આગળ વધવાનું કામ કર્યું.



યુદ્ધ ખરાબ છે, છે અને છે જ. પણ એ કેવા સંજોગોમાં કરવું પડ્યું છે એ જાણ્યા પછી જ આવું વિધાન કરવું જોઈએ. ઈરાન સાથે થતું યુદ્ધ કે પછી યુક્રેન સાથે થયેલું યુદ્ધ દર્શાવે છે કે નાના લાગતા આ દેશો પણ શસ્ત્રોની બાબતમાં કેવા ખમતીધર છે. હિન્દુસ્તાન આજે શસ્ત્રોમાં ખમતીધર છે પણ એક સમયે આપણું ડિફેન્સ-બજેટ સાવ પાંગળું રહેતું. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નેહરુને ડિફેન્સ-બજેટ વધારવા માટે દબાણ કર્યું હતું પણ નેહરુ માન્યા નહીં અને પછી નેહરુની થિયરીને બ્રહ્મવાક્ય માનીને આગળની કૉન્ગ્રેસ સરકાર આગળ વધતી રહી. પરિણામ શું આવ્યું? આતંકવાદ ફૂલીફાલીને હાથી જેવો થઈ ગયો. લુખ્ખા કહેવાય એવા લોકો પણ દાદાગીરી કરતા થઈ ગયા અને લોકોને ધમકાવવા માંડ્યા. પેધી ગયેલા એ લુખ્ખાઓને સીધા કરવામાં BJPની સરકારને એક દસકો લાગ્યો. કારણ શું? કારણ એ જ કે પ્રજા પોતે ‘વીરતા પરમો ધર્મ’ જેવી સત્ય હકીકત ભૂલી ગઈ અને માત્ર અહિંસાના રસ્તે ચાલવાની જીદે ચડી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2026 02:05 PM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK