India General Election 2024: ગૌહર ખાન એકલી જ મતદાન કરવા માટે આવી હતી.
ગૌહર ખાન
લોકસભા ચૂંટણી 2024 દરમિયાન મહારાષ્ટ્રમાં 20 મેના રોજ મતદાન (India General Election 2024) થયું હતું. મુંબઈમાં વિવિધ સ્થળોએ ઉભા કરાયેલા મતદાન મથકો પર બૉલિવૂડની અનેક હસ્તીઓએ મતદાન કર્યું હતું. આ દરમિયાન એક મતદાન કેન્દ્ર પર અભિનેત્રી ગૌહર ખાન પણ આવી હતી અને તેણે વોટિંગ પણ કર્યું હતું. જોકે મતદાન કરીને જ્યારે ગૌહર બહાર આવી ત્યારે તે ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. હેરાન થયા બાદ બાહર આવેલી ગૌહરે આપેલા રિએક્શન બાદ લોકો તેના પર જોરદાર ટીકા કરી રહ્યા છે. ગૌહર ખાનનો વોટ આપવા જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વોટિંગ બાદ ગૌહર ખાનનો વીડિયો સોશિયલ મીડિયા (India General Election 2024) પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગૌહર ખાન વોટિંગ કરીને બૂથની બહાર આવે છે. ત્યારે પાપારાઝી તેને પોઝ આપવા માટે કહે છે, ત્યારે તે ઝડપથી તેની કાર જેને તેમાં બેસીને . આ દરમિયાન ગૌહર ખાન પણ ચિડાઈને કહે છે, `તે ખૂબ જ મૂંઝવણભર્યું અને ખૂબ જ અવ્યવસ્થિત હતું.` ગૌહરનો કહેવાનો અર્થ એમ હતો કે તે જે પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે ગઈ હતી ત્યાંની વ્યવસ્થા સાર સારી નહોતી અને તેને અંદર ખૂબ જ મૂંઝવણ થઈ હતી અને બધું અંદર બધુ જ અસ્તવ્યસ્ત હતું.
ADVERTISEMENT
View this post on Instagram
ગૌહર ખાને (India General Election 2024) આવું કહેવાની સાથે ઇનસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને લખ્યું આ આ અવ્યવસ્થાને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડી હિંમત રાખો, તમારું બૂથ શોધીને મત આપો!! હવે મત આપો! હું 9 વર્ષથી જ્યાં રહું છું તે સરનામે મારા અને મારા પરિવારના નામ મતદાન યાદીમાંથી ગાયબ છે તે જાણીને હું ખૂબ જ મૂંઝવણ અને નિરાશ છું. પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને વોટિંગ સ્લીપ મળી હતી જેઓ વર્ષોથી બિલ્ડીંગ છોડીને ગઈ છે. મતદાન મથક પર રહેલા કેટલાક લોકો અત્યંત અસંસ્કારી હતા. ત્યાં લગભગ 100 લોકો હતા જેઓ આવી જ ફરિયાદો કરી રહ્યા હતા અને વિનંતી કરી રહ્યા હતા કે તેઓને આધાર કાર્ડ સાથે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ મેં હાર ન માની, હું મારા વિસ્તારમાં એક બૂથથી બીજા બૂથમાં ગઈ અને મારા સ્થળની શોધ કરી અને અંતે મને મારી માતા સાથે મારું 15 વર્ષ જૂનું સરનામું મળ્યું. મારા માતા પિતાએ મને નાનપણથી જ મને દેશભક્ત બનવાનું શીખવ્યું છે. મારા પિતા સ્વતંત્રતા સેનાનીના પુત્ર હતા. અલહમદુલિલ્લાહ. હું નથી ઇચ્છતી કે મારો મત વેડફાય, દેશના નાગરિક તરીકે લોકશાહીમાં મતદાન કરવું એ મારી ફરજ અને અધિકાર છે. હું મારા દેશને પ્રેમ કરું છું અને તેના માટે જવાબદાર છું. મિત્રો, કૃપા કરીને જાઓ અને મતદાન કરો. તમારું નામ શોધો અને મત આપો. તેને ચૂકશો નહીં. મુંબઈ પોલીસનો આભાર. તમારા અધિકારીઓ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખરેખર મદદરૂપ અને દયાળુ છે. સ્વયંસેવકો પણ સારું કામ કરી રહ્યા છે. જય હિંદ !`
View this post on Instagram
જોકે ગોહર ખાનના પોલિંગ બૂથની વ્યવસ્થા બાબતે ફરિયાદ કરતાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે લખ્યું, `એવું લાગે છે કે મેડમને VIP ટ્રીટમેન્ટ નથી મળી.` તો બીજાએ કહ્યું, `બહેન, તાજ હોટલમાં તમારા માટે મતદાન થયું હોત.` ‘હું તમને હોટેલ તાજમાં વોટિંગ કરાવી આપીશ.` એકે કહ્યું, `તેમને દરેક જગ્યાએ વિશેષ સારવારની જરૂર છે.` એકે કહ્યું, `મતદાન છે, અંબાણીના લગ્ન નથી.’


