Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 06 July, 2025 07:17 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારા અંતરાત્મામાંથી સ્ફુરતા અવાજને સાંભળો. દરેક પરિસ્થિતિનો સામનો કરતી વખતે તમારા પોતાના અભ્યાસ અને સંશોધનને મહત્ત્વ આપશો તો લાંબા ગાળાનાં પરિણામો આવશે. રોકાણ માટે આ સારો સમય છે, પરંતુ બિનજરૂરી જોખમ ન લેવું વધુ સારું છે. લાંબા ગાળાના સંબંધમાં રહેલા લોકો એને આગલા સ્તર પર લઈ જવા માગે છે.


જીવનસાથી તરીકે કૅન્સર જાતકો કેવાં હોય?
પ્રેમાળ અને ભાવનાત્મક કૅન્સર રાશિના લોકોને એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેમના ભાવનાત્મક ઉતાર-ચડાવ દરમ્યાન સ્થિર રહી શકે. તેઓ પ્રેમ મેળવવાનું પસંદ કરે છે અને તેમના માટે વફાદારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ગમે એ પરિસ્થિતિ હોય, બેવફાઈ ઘણી વાર કરાર તોડી શકે છે. કર્ક રાશિના લોકો પરિવારને મહત્ત્વ આપે છે અને પ્રિયજનો સાથે સમય વિતાવવાનો આનંદ માણે છે. 



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


પરિસ્થિતિને અનુરૂપ થવા માટે કેટલાક બદલાવોની જરૂર પડશે. એને સહજતાથી સ્વીકારો. ઘમંડ કરવો નહીં અને કોઈ પણ ઘમંડી વ્યક્તિ સાથે દલીલ કરવાનું ટાળવું.
કરીઅર ટિપ : તમારા વ્યાવસાયિક નેટવર્કમાંથી માહિતી એકત્રિત કરો, પરંતુ પગલાં લેતાં પહેલાં હકીકત તપાસવાની ખાતરી કરો. સ્વરોજગાર ધરાવતા ઉદ્યોગપતિઓ માટે આ એક સકારાત્મક સમય છે.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમારી પાસે ઇચ્છિત પરિણામ વિશે સ્પષ્ટતા હોય તો કોઈ પણ તનાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થવું સરળ બનશે. જરૂર પડ્યે તમારો અભિગમ બદલવા માટે તૈયાર રહો.
કરીઅર ટિપ : એક નાની તક મળી જશે જે મર્યાદિત પરિણામો આપી શકે છે. બની શકે કે તમે એના પર વધુ સમય પસાર કરવા માગતા ન હો. સાથીદારો સાથે અંગત વાતચીત કરવાનું ટાળો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

વ્યાયામ કરતી વખતે અથવા રમત રમતી વખતે વધુ પડતી પ્રૅક્ટિસ કરીને બિનજરૂરી સ્ટ્રેસ ઊભું કરવાનું ટાળો. મુશ્કેલ સમયમાં તમારી સાથે ઊભા રહેલા સાચા મિત્રો સાથે સમય વિતાવો.
કરીઅર ટિપ : જો તમને કોઈ સાથીદાર પાસેથી સાચી માહિતી કઢાવવી હોય તો સૂક્ષ્મતામાં જોવાના અભિગમની જરૂર પડશે. વિગતો પર ધ્યાન આપો અને કોઈ ભૂલો ન થાય એની ખાતરી કરવા માટે કાર્ય ફરીથી તપાસો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

તમારે પોતાનો બચાવ કરવો પડે તો એવી સ્થિતિમાં તનાવમાં આવીને બિનજરૂરી દલીલોમાં ન ઊતરી પડાય એનો પ્રયાસ કરો. પૈસાની બાબતોમાં સાવધાની રાખો, ખાસ કરીને રોકાણ કરતી વખતે.
કરીઅર ટિપ : જ્યાં સુધી તમે જરૂરી બાબતો પર વળગી રહેશો ત્યાં સુધી પડકારનો ઉકેલ શોધવાનું શક્ય બનશે. જો તમને તેની જરૂર હોય તો મદદ લો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો તમે ખરેખર સમસ્યા ઉકેલવા માગતા હો તો દરેક પરિસ્થિતિમાં અલગ દૃષ્ટિકોણથી વિચારવાની જરૂર પડી શકે છે. વિશ્વસનીય મિત્રની સલાહ પર ધ્યાન આપો.
કરીઅર ટિપ : કડક બૉસ અથવા વરિષ્ઠોને બુદ્ધિ અને કાળજીપૂર્વક સમજી-વિચારીને સંભાળો. કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂઆતમાં તમને ખૂબ નાનો લાગે એવું બની શકે છે, પણ એવું ન હોય એવું શક્ય છે. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ભૂતકાળની વાતોને છોડવાની સભાન પસંદગી કરવી‌ જરૂરી છે, ખાસ કરીને જો તમને લાગે કે તમે કંઈક ગુમાવ્યું છે. સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોએ તેઓ શું ખાય છે એના વિશે સભાન રહેવાની જરૂર છે.
કરીઅર ટિપ : કામના સ્થળે તમને ન ગમતી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને કુનેહથી સંભાળી લો. તમારા જ કામ પર ધ્યાન લગાવો. જે તમને નબળા પાડે છે એવા સાથીઓથી અંતર રાખો. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારે વાસ્તવિકતા શું છે એ સમજવું હોય તો દરેક પરિસ્થિતિને નજીકથી જોવાની જરૂર પડી શકે છે. શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ કૌટુંબિક ડ્રામાથી દૂર રહો, ખાસ કરીને જો એમાં તમે સામેલ ન હો.
કરીઅર ટિપ : સખત મહેનત સાથે સમાધાન કર્યા વિના તમારા વ્યાવસાયિક નેટવર્કનો ઉપયોગ કરો. કોઈ પણ મુશ્કેલ બૉસ અથવા વરિષ્ઠોને કુનેહથી સંભાળો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમને ખરેખર જરૂર ન હોય એવી કોઈ પણ લક્ઝરી પ્રોડક્ટ પર વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો. તમારા વિશ્વાસુ મિત્રની સલાહ પર ધ્યાન આપવું યોગ્ય રહેશે, ભલે તમને એ ગમતું ન હોય.
કરીઅર ટિપ : લેખિત અને મૌખિક વાતચીત બન્નેમાં ખૂબ કાળજી રાખો, કારણ કે તમે કંઈક એવું કહી શકો છો જેના પર તમને પાછળથી પસ્તાવો થશે. કોઈ પણ પડકારોનો શક્ય એટલો શ્રેષ્ઠ સામનો કરો.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જો તમે કોઈ ધ્યેયનો પીછો કરી રહ્યા છો તો તમારે તમારા પ્રયત્નોને બમણા કરવાની જરૂર પડી શકે છે. સફળતા મેળવતાં પહેલાં અકાળે હાર ન માનો.
કરીઅર ટિપ : કોઈ પણ ધીમી પ્રગતિ સાથે ધીરજ રાખો અને મજબૂત પાયા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ખૂબ સ્પષ્ટ થયા વિના તમારા વ્યાવસાયિક નેટવર્કનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પડકારજનક પરિસ્થિતિઓમાં નીકળવું હોય તો સામાન્ય કરતાં વધુ પ્રયત્નોની જરૂર પડશે. એ માટે ફોકસ કેળવવું જરૂરી છે. દરેક વખતે તમે સાચા જ રહેવા માગતા હો તો એ અભરખો છોડી દો.  
કરીઅર ટિપ : કોઈ પણ નેટવર્કિંગ ઇવેન્ટમાં હાજરી આપતાં પહેલાં અથવા નવા લોકોને મળતાં પહેલાં તમારું સંશોધન કરો. નાના, કદાચ ખૂબ મહત્ત્વપૂર્ણ ન હોય એવા પ્રોજેક્ટ્સ સાથે પણ સમયરેખાને વળગી રહો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

ભૂતકાળને પકડી ન રાખો, પરંતુ એને ભૂલી પણ ન જાઓ; કેમ કે ભૂતકાળની કેટલીક ચીજો રિપીટ ન થાય એનું ધ્યાન રાખશો તો જ આગળ વધી શકશો. જે કોઈ હઠીલા છે અને બદલવા માટે તૈયાર નથી તેમની સાથે દલીલમાં ન ઊતરવું.
કરીઅર ટિપ : કોઈ પણ મૂંઝવણભરી પરિસ્થિતિને વધુ ગૂંચવણભરી થવા દીધા વિના શક્ય એટલી ઝડપથી એનો સામનો કરો. ઑફિસના કામમાં તમને શું શીખવા મળે છે એ ફાયદો જુઓ.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ નાણાકીય નિર્ણયો અથવા રોકાણ કરતાં પહેલાં તમારી રીતે અભ્યાસ અને સંશોધન કરો. ફક્ત આરામ કરવા માટે સમય કાઢો અને શક્ય હોય તો તમારી જાત સાથે રહો. 
કરીઅર ટિપ : કોઈ પણ ઇન્ટરવ્યુ અથવા વાટાઘાટોમાં ઊતરતાં પહેલાં યોજના બનાવો અને તમારું સંશોધન કરો. કમિટમેન્ટ અને કરારો લેખિતમાં મેળવો - ફક્ત બોલાયેલા શબ્દો પર આધાર રાખશો નહીં.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2025 07:17 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK