Vaastu Vibes: આજે આપણે વાત કરીશું કે જાગૃતિ અને આનંદ સાથે રસોઈ બનાવવાથી શું લાભ થાય છે? આપણે આગાઉ વાત કરી ચૂક્યા છીએ કે દિલથી રસોઈ બનાવીએ તો શું શું લાભ થાય. આજે વાત કરીએ રસોઈકળામાં જરૂરી સમજદારી વિશે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ` (Vaastu Vibes)માં...
આજે આપણે વાત કરીશું કે જાગૃતિ અને આનંદ સાથે રસોઈ બનાવવાથી શું લાભ થાય છે? આપણે આગાઉ વાત કરી ચૂક્યા છીએ કે દિલથી રસોઈ બનાવીએ તો શું શું લાભ થાય. આજે વાત કરીએ રસોઈકળામાં જરૂરી સમજદારી વિશે. સમજદારીથી રસોઈ કરવી એટલે કે રસોઈ કરતી વખતે બધી રીતે જાગ્રત રહેવું. દરેક ઘટકના સારા પાસાં જોવા. ટૂંકમાં, તમારી વ્યક્તિગત ઊર્જા અને જાગૃતિ સાથે રસોઈ કરવી. આ સમજદારી એટલે માત્ર તમે શું રાંધો છો તે નહીં, પણ રસોઈ કરતી વખતે તમે કેવું મહેસુસ કરો છો (Vaastu Vibes) એ પણ જરૂરી છે. જ્યારે તમે કિચનમાં આનંદ, શાંતિ, કૃતજ્ઞતા અને કૉનશિયસનેસ લાવો છો તો તમારું અન્ન ગુણપ્રદાયક બની રહે છે.
ADVERTISEMENT
સમજદારીપૂર્વકની રસોઈ એટલે શું?
- તમે જે ઘટકો વાપરોપ છો તેના મૂળ અને ઊર્જાને સમજવી.
- સર્જનાત્મકતા માટે ઓપન રહી પરંપરાગત પદ્ધતિઓનું પણ સન્માન કરવું.
- ડિસ્ટર્બન્સ વગર પૂરું ધ્યાન સાથે રસોઈમાં આપવું.
- કૃતજ્ઞતા અને જાગૃતિથી ભરપૂર રસોઇ કરવી. તમારા પ્રેમને એમાં ઠાલવી દો.
આ અભિગમ રાખશો તો રસોઈ કરતી વખતે આનંદનો અનુભવ કરશો. એનાથી તમે જેની માટે રસોઇ બનાવી રહ્યા છો તેમની સાથેના તમારા સંબંધ પણ ગાઢ થશે. કારણ કે તેઓ માત્ર તમારા હાથે રાંધેલ ખોરાક જ નહીં, પણ તમારી ઊર્જા, સકારાત્મકતાનાં સ્પંદનો (Vaastu Vibes) પણ મેળવશે.
કિચનમાં ઊર્જા વધે એ માટે શું કરશો?
- કિચનમાં હવા-ઉજાસ સારા હોવા જોઈએ. કિચનમાં આવતો તડકો મૂડ બનાવે છે.
- નળ ટપકતો ન હોવો જોઈએ. કારણ કે વહેતું પાણી ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે.
- ગટરની આસપાસ સ્વચ્છતા જાળવવી.
- રાત્રે સિંકને સાફ કરો. બીજે દિવસે સવારે તમારું સિંક સાફસૂથરું હશે તો આખો દિવસ સકારાત્મકતા બની રહેશે.
આમ, આ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવાથી (Vaastu Vibes) કિચનમાં તાજગી અને સજ્જતાની ભાવના પેદા થશે, પછી કિચનમાં જવા માટે તમારું મન આતુર રહેશે. એમાં જવાની તમને મજા આવશે.
રસોઈ બનાવતી વખતે શું ધ્યાન રાખશો?
- ઉતાવળે હાંફળાફાંફળા થઈને રસોઈ ન કરો. થોડા ઊંડા શ્વાસ લો પછી જ સ્ટાર્ટ કરો.
- એક સાથે ઘણા કામ ન કરો. રસોઈ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. રસોઈ કરતી વખતે સ્ક્રીન અથવા લાઉડ મ્યુઝિક ટાળો.
- રસોઈકળાને પ્રેમ કરો. જ્યારે તમને અંદરથી રાંધવાની મજા આવશે તો તે આનંદકારક ક્રિયા બની જશે.
- બધા મળીને રાંધોઃ પરિવારના બધા સભ્યોને સામેલ કરો. કારણ કે હળીમળીને બનાવેલી રસોઈથી હૂંફ અને એકતા વધશે.
- કૃતજ્ઞતા વ્યક્ત કરોઃ તમને રસોઈ કરવાનો મોકો મળ્યો તે બદ્દલ ખુદને કૃતજ્ઞ માનો.
- જો કોઈ અન્ય વ્યક્તિ તમારું ભોજન તૈયાર કરતી હોય, તો તેમના પ્રયાસોને સ્વીકારીને અને પ્રશંસા કરો. જેથી ભોજનની ઊર્જામાં વધારો થાય.
બહાર જમવા જાવ ત્યારે શું ધ્યાન રાખવું?
રેસ્ટોરાં કે હોટેલમાં જમવા જાઓ તો જે જે રસોઈયા કે વેઇટર છે તેમનો આદર કરો. ઘર હોય કે બહાર, રસોઈ કરનાર વ્યક્તિને માત્ર `થેન્ક્યુ` પણ કહેશો તો તે તેમના દિવસને સુધારી દેશે અને ભોજનની ઊર્જામાં વધારો (Vaastu Vibes) કરશે.
ટૂંકમાં, આ રીતે સમજદારીથી રસોઈ કરો તો રોજિંદા જીવનમાં એકતા, કૃતજ્ઞતા અને આનંદ આવશે. કિચન પણ સંબંધો સુધારશે. વાસ્તુ આપણને શીખવે છે કે તમારી થાળીમાં આવેલું ભોજન એ પ્રેમ વહેંચવાની, ઊર્જા વધારવાની અને આત્માને પોષણ (Vaastu Vibes) આપવાની તક છે. બસ, ઝડપી લો. છેલ્લે તો કોઈપણ કિચનમાં સૌથી મહત્વના છો તમે અને તમારી હાજરી. દિલથી રાંધો, આનંદથી રાંધો અને તમારા કિચનને પ્રકાશ અને પ્રેમનું ઉપવન બનાવી દો.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com


