Krishna Janmashtami 2023 : શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમી તિથિ 06 સપ્ટેમ્બરે બપોરે 03.38 કલાકે શરૂ થઈ રહી છે. જ્યોતિષના મતે આ વર્ષે ઘરના લોકો 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમી ઊજવશે.
ફાઈલ તસવીર
શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીનું હિંદુ ધર્મમાં અનેરું મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આજે પણ સમગ્ર વિશ્વમાં તેમનો જન્મદિવસ અતિ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. આવતીકાલે જ કૃષ્ણ પક્ષની અષ્ટમી છે જેને લઈને કૃષ્ણ ભક્તોમાં આનંદ વ્યાપેલો છે. સૌ ભક્તો આવતીકાલે ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ (Krishna Janmashtami 2023) કરવા તડામાર તૈયારીઓમાં જોડાઈ ગયા છે.
આમ તો કૃષ્ણ ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેથી જ જન્માષ્ટમી (Krishna Janmashtami 2023) નક્કી કરવા માતે રોહિણી નક્ષત્રને ધ્યાનમાં લેવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમીની તારીખને લઈને ઘણી મૂંઝવણ જોવા મળી રહી છે. કેટલાક લોકો 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીનો તહેવાર હોવાનું કહી રહ્યા છે તો કેટલાક લોકો 7 સપ્ટેમ્બરના રોજ આ ઉત્સવ ઉજવવાનું કહી રહ્યા છે.
ADVERTISEMENT
આ વખતે કૃષ્ણ જન્મ ક્યારે ઉજવશો?
શ્રાવણ માસના કૃષ્ણ અષ્ટમી તિથિ 06 સપ્ટેમ્બરે બપોરે 03.38 કલાકે શરૂ થઈ રહી છે અને તે 7 સપ્ટેમ્બરે સાંજે 04.14 કલાકે પૂર્ણ થઈ રહી છે. આ દરમિયાન રોહિણી નક્ષત્ર આખી રાત રહેશે. જ્યોતિષના મતે આ વર્ષે ઘરના લોકો 6 સપ્ટેમ્બરે જન્માષ્ટમી ઊજવશે. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી (Krishna Janmashtami 2023)નો તહેવાર ઊજવશે.
આ વર્ષે તો 6 સપ્ટેમ્બરે એક વિશિષ્ટ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે જ ચંદ્રમા વૃષભ રાશિમાં હોઈ રોહિણી નક્ષત્રનું મહાત્મ્ય ખૂબ જ વધી ગયું છે. સાથે જ આ વખતે એક વિશેષ યોગ પણ થઈ રહ્યો છે. એવઊ કહેવાય છે કે આ યોગ 30 વર્ષ બાદ રચાઇ રહ્યો છે.
શુભ સંયોગ થવાને કારણે આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી (Krishna Janmashtami 2023)નો ઉત્સવ એક વિશિષ્ટ બની રહેશે. આ વર્ષે આ તહેવાર ઉજવવાથી સુખ, સમૃદ્ધિ મળશે. આ વર્ષની જન્માષ્ટમી વિશે તો વિવિધ જ્યોતિષાચાર્યો કહી રહ્યા છે કે મધ્યરાત્રીએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર એમ બંનેનો શુભ સંયોગ રચાઇ રહ્યો છે. આ જ શુભ સંયોગને કારણે સર્વાર્થ સિદ્ધયોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર 6 સપ્ટેમ્બરની સવારે 9.20થી શરૂ થઈને 7 સપ્ટેમ્બરે સવારે 10.25 સુધી રહેવાનું છે.
કઈ રીતે કરશો બાળ ગોપાળની પૂજા?
આ સાથે જ હિંદુ ધર્મ (Hinduism)માં કૃષ્ણ જન્માષ્ટમી (Krishna Janmashtami 2023)ના પાવન ઉત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે. કાચા દૂધમાં કેસર ભેળવીને અભિષેક કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થતી હોય છે. આજે પણ અનેક પરિવારોમાં આ કૃષ્ણ જન્માષ્ટમી વખતે ભગવાનને તૈયાર કરવામાં આવે છે. જરીવાળા વસ્ત્રો સાથે માળા અને ફૂલોથી ભગવાનનું બાળ સ્વરૂપ ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજવામાં આવે છે.


