Shravan 2023: હાલ હિંદુઓનો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે અનેક શિવ ભક્તો મહાદેવની પૂજા કરતાં જોવા મળે છે. આ વચ્ચે રાજકોટમાં એક મુસ્લિમ ભાઈ શંકર ભગવાનની પૂજા કરતો જોવા મળ્યો હતો. જે 32 વર્ષથી આમ કરે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શ્રાવણ (Shravan 2023) માસની શરૂઆત થઈ ગઈ છે તેની સાથે જ તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ભારત દેશમાં જુદા-જુદા ધર્મનાં લોકો રહે છે. આ સૌ પોતાની સંસ્કૃતિ તેમ જ રીત-ભાત અનુસાર તહેવારો ઊજવતાં હોય છે. પણ આ બધાની વચ્ચે એવા પણ ઉદાહરણ સમાજમાં સામે આવે છે કે હિન્દુઓના તહેવારમાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉમંગભેર ભાગ લેતાં હોય છે તેમ જ મુસ્લિમ તહેવારમાં હિન્દુ ભાઈ-બહેનો હોંશે હોંશે ભાગ લે છે. રાજકોટમાં એક મુસ્લિમ ભાઈ શંકર ભગવાનની પૂજા કરતો જોવા મળ્યો હતો.
હાલ શ્રાવણ મહિના (Shravan 2023)માં ખાસ કરીને ભક્તો ભોળાનાથ એટલે કે શંકર ભગવાનની આરાધના કરતાં હોય છે. આ પવિત્ર માસમાં શિવ મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. ગુજરાતના રાજકોટમાં હિંદુ-મુસ્લિમ એકતાની ભાવનાને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કોમી એકતાનું બેસ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે.
ADVERTISEMENT
અહીં એક મુસ્લિમ યુવાન શ્રાવણ મહિના (Shravan 2023)માં શંકર ભગવાનની આરાધના કરતો જોવા મળ્યો હતો. માત્ર આ જ વર્ષે નહીં પણ આ યુવાન છેલ્લા 32 વર્ષથી આ રીતે ભગવાન શિવની પુજા કરે છે.
માત્ર શંકર ભગવાનની પૂજા કરે છે તેટલું જ મહત્વનું નથી પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ યુવાન પોતાનાં ઘરેથી 11 કિમી દૂર ચાલીને શિવ મંદિરે જાય છે. રાજકોટમાં રહેતા આ મુસ્લિમ ભાઇનું નામ છે અહેસાનભાઇ ચૌહાણ. તેઓ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં ઉમંગભેર ઉજવણીનો હિસ્સો બની રહ્યા છે.
રાજકોટમાં રહેતાં આ અહેસાનભાઇ રોજ નમાજ પણ અદા કરે છે. તેઓ પોતે મુસ્લિમ ધર્મનાં તમામ તહેવારો ઘણી જ આસ્થા સાથે ઊજવતાં હોય છે. પણ અત્યારે જ્યારે હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ (Shravan 2023) ચાલી રહ્યો છે, ત્યારે અહેસાનભાઇ નિયમિત શિવ મંદિરે જાય છે અને શંકર ભગવાનની પૂજા-અર્ચના કરે છે.
અહેસાનભાઈ છેલ્લા 32 વર્ષથી આ રીતે ભગવાન શિવની પૂજા કરીને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડી રહ્યા છે. તેઓના ઘરથી લગભગ 11 કિમી દૂર ઇશ્વરિયા મહાદેવનું મંદિર આવેલું છે. તેઓ આટલે દૂર ચાલીને દર્શને આવે છે અને મહાદેવની પૂજા કરે છે.
અહેસાનભાઇએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હત કે, “કોરોના (Coronavirus)નો જ્યારે કપરો સમય ચાલી રહ્યો હતો ત્યારે દરેક ધર્મનાં લોકોએ એક બીજાની મદદ કરીને એકબીજાને સ્પોર્ટ આપ્યો હતો. સંકટ સમયે ધર્મ કે નાત-જાતના વાડા દૂર કરીને ભાઇચારો જોવા મળ્યો હતો. મેં પહેલા તાજીયામાં પણ દુવા કરી હતી અને હવે પવિત્ર શ્રાવણ માસ (Shravan 2023)માં પણ પ્રાર્થના કરું છું કે દેશમાં હિન્દુ-મુસ્લિમે એક થઇને રહેવું જોઇએ. દેશનાં વિવિધ મુદ્દે અવાજ ઉઠાવવો જોઇએ. એક બીજાની સામે થવા કરતાં એક-બીજાને નડતી સમસ્યાના સમાધાન માટે ટેકો આપવો જોઈએ.”

