હે મા માતાજી! આ 'દયાબેન' તો આમિર ખાન સાથે પણ સ્ક્રિન પર ઝળક્યા છે

Published: 18th June, 2020 11:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલ એવા પણ સમાચાર સાંભળવા મળ્યા છે કે ગરબા ક્વીન દયા બેન ઉર્ફે દિશા વાકાણી શૉમાં પાછા ફરી શકે છે. આ શૉ પહેલા દિશા વાકાણીએ કેટલીક બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

દિશા વાકાણી
દિશા વાકાણી

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવી ગમ છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. હાલ લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા છે.

હાલ એવા પણ સમાચાર સાંભળવા મળ્યા છે કે ગરબા ક્વીન દયા બેન ઉર્ફે દિશા વાકાણી શૉમાં પાછા ફરી શકે છે. આ શૉ પહેલા દિશા વાકાણીએ કેટલીક બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ વાત તમે કદાચ જાણતા હશો કે દયા બેન મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળી હતી.

દિશા વાકાણી વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'મંગલ પાન્ડે-ધ રાઈઝિંગ'માં નજર આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન, રાની મુખર્જી અને અમિષા પટેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિશા વાકાણીએ ફિલ્મમાં યાસ્મીન નામની છોકરીનો ગર્લ ભજવ્યો હતો. ફિલ્મમાં દયા બેનનો રોલ ઘણો નાનો હતો.

એ સિવાય દિશા વાકાણી ઘણી હિટ ફિલ્મોનો હિસ્સો રહી ચૂકી છે. દયા બેન હ્રિતિક રોશન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'જોધા અકબર'માં પણ જોવા મળી હતી. આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં દિશા વાકાણીએ માધવીનો રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં તે ઐશ્વર્યા રાયના સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી, જે બાદશાહ અકબર ઉર્ફે હ્રિતિકની સાથે લગ્ન બાદ મુગલ સામ્રાજ્યમાં એની સાથે હતી. માધવી જોધાની ગુપ્ત રક્ષક હતી.

આ પણ જુઓ : Happy Birthday: અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'

જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફૅન્સ માટે એક સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર બધાની સૌથી પ્રિય અને ગરબા ક્વીન દયા બેન એટલે દિશા વાકાણી એક વાર ફરીથી શૉમાં પાછી ફરી શકે છે. તારક મહેતા શૉ આવતા મહિને 12 વર્ષ પૂરા કરી લેશે અને કોઈ ખાસ અવસર પર મેકર્સ ફૅન્સ માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહી છે.

મહારાષ્ટ્ર સરકારે કેટલાક નિયમો હળવા કર્યા અને ટીવી અને ફિલ્મોના શૂટિંગને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી. એના બાદ નિર્માતા અસિત મોદીએ પુષ્ટિ આપી છે કે ટૂંક સમયમાં જ ટીમ આ શૉ માટે શૂટિંગ શરૂ કરશે. આ સાથે જ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે દિશા વાકાણી એટલે કે દયા બેનને શૉમાં પાછા લાવવા માટે નિર્માતાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. એના માટે તેમણે દયાબેનનો સંપર્ક પણ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK