Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ક્રિમિનલ જસ્ટિસ જોઈને જ બીજી સીઝન માટે હા કહી હતી દીપ્તિ નવલે

ક્રિમિનલ જસ્ટિસ જોઈને જ બીજી સીઝન માટે હા કહી હતી દીપ્તિ નવલે

16 December, 2020 05:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિમિનલ જસ્ટિસ જોઈને જ બીજી સીઝન માટે હા કહી હતી દીપ્તિ નવલે

તસવીર: મિડ-ડે આર્કાઈવ્સ

તસવીર: મિડ-ડે આર્કાઈવ્સ


દીપ્તિ નવલે ‘ક્રિમિનલ જસ્ટિસ’ જોઈને જ એની બીજી સીઝન માટે હા કહી દીધી હતી. ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’ની જાહેરાત થઈ ગઈ છે. રોહન સિપ્પી અને અર્જુન મુખરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ શોમાં તેમની સાથે પંકજ ત્રિપાઠી, કીર્તિ કુલ્હારી, અનુપ્રિયા ગોએન્કા, શિલ્પા શુક્લા, જિશુ સેનગુપ્તા, મીતા વશિષ્ઠ અને આશિષ વિદ્યાર્થી જેવા ઘણા ઍક્ટર્સ કામ કરી રહ્યા છે. હૉટ સ્ટાર સ્પેશ્યલના આ શોમાં આઠ એપિસોડ છે. એમાં કામ કરવા વિશે દીપ્તિ નવલે કહ્યું હતું કે ‘આ શોમાં કામ કરવાની મને ઘણી મજા આવી હતી. મેં આ શોની પહેલી સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ જોઈ હતી અને મને એ ખૂબ જ પસંદ પડી હતી. મને લાગ્યું હતું કે એને ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવી હતી અને એ એટલી જ સારી પણ હતી. મારે એમાં કામ કરવું હતું. મને જ્યારે આ શોની બીજી સીઝન માટે ઑફર કરવામાં આવી કે મેં તરત જ હા પાડી દીધી હતી. મને જે જોવાની મજા આવી હતી એના બીજા ચૅપ્ટરમાં કામ કરવા મળે તો હું એ તક શું કામ છોડું?’

તેમના કો-સ્ટાર સાથે ફરી કામ કરવા વિશે દીપ્તિ નવલે કહ્યું હતું કે ‘હું યુવાન ઍક્ટર્સ સાથે કામ કરીને ખૂબ જ ઉત્સાહિત છું. તેઓ ખૂબ જ એક્સાઇટિંગ હતા અને તેમની સાથે કામ કરવાની મને મજા આવી હતી. પંકજ ત્રિપાઠી અને શિલ્પા શુક્લા સાથે કામ કરવાનું મને ગમ્યું હતું.



ડિરેક્ટર્સ રોહન સિપ્પી અને અર્જુન મુખરજી સાથે પણ મેં પહેલાં કામ કર્યું છે. તેઓ પણ ખૂબ જ બ્રાઇટ છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK