'તારક મહેતા': ક્યાં ખોવાઈ ગયા 'જેઠાલાલ'ના પિતા, શૉમાં આવ્યો નવો ટ્વિસ્ટ

Published: 14th August, 2020 15:54 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સીરિયલમાં જ્યા મુસીબત હોય છે, ત્યા જેઠલાલનું નામ આવે છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

સબ ટીવીની સૌથી ફૅમસ અને કૉમેડી સીરિયલ, જે 12 વર્ષથી લોકોના દિલ પર રાજ કરે છે. તમે જાણો જ છો એ સીરિયલનું નામ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ ટીવી સીરિયલ છેલ્લા બાર વર્ષથી લોકનું મનોરંજન કરતી આવી છે. આ શૉના દરેક કલાકારોએ ફૅન્સના મનમાં એક અલગ છબિ બનાવી દીધી છે. કોરોના વાઈરસના રોગચાળા વચ્ચે 4 મહિના બધી જ ટીવી સીરિયલ અને ફિલ્મની શૂટિંગ બંધ કરવામાં આવી હતી. પણ 22 જૂલાઈથી તારક મહેતા શૉ ટીવી પર પાછો ફર્યો છે.

હાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટોરી જેઠાલાલ અને એમના પરિવારની આસપાસ ફરતી જ નજર આવી છે. સીરિયલમાં જ્યા મુસીબત હોય છે, ત્યા જેઠલાલનું નામ આવે છે. એટલે મુસીબત વગર એમની શુભસવાર થતી જ નથી. હાલના એપિસોડમાં પણ એવું જ કાઈ છે. જેઠાલાલ પોતાના સપનાથી ઘણા હેરાન છે અને એનો અસર પરિવાર અને પૂરી ગોકુલધામ સોસાયટી પર પડતો નજર આવી રહ્યો છે.

આ પણ વાંચો: EXCLUSIVE TMKOC: 'તારક મહેતા...' શૉના આ એક્ટરને તમે ઓળખી શકશો ખરા?


તારક મહેતામાં હાલ દર્શાવવમાં આવી રહ્યું છે કે ગોકુલધામ સોસાયટીના આસપાસના વિસ્તારમાં આંદોલન થઈ રહ્યું છે. પોલીસે ગોકુલધામ સોસાયટીમાં આવીને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. જેઠાલાલ સહિત બધા લોકોને આ વાત પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણકે એમના માટે ઘરે રહેવું શક્ય નથી. એવામાં જેઠાલાલના પિતા ચંપકલાલ પોતાના દીકરાને કહ્યા વગર આંદોલનમાં જઈને પ્રદર્શનકારોને સમજાવવાનો નિર્ણય લે છે. જેઠાલાલ આ વાતથી અજાણ છે કે એમના પિતા પ્રદર્શનકારોને સમજાવવા માટે જઈ રહ્યા છે.

તેમ જ ચંપકલાલને ઘરથી બહાર નીકળતા જોઈને ડૉ.હાથી અને પત્રકાર પોપટલાલ ઘણા હેરાન થઈ જાય છે. પોપટલાલ અને ડૉ.હાથી ચંપકલાલને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ માનતા નથી અને આંદોલનમાં જવાનો નિર્ણય લે છે. એવામાં જ્યારે જેઠાલાલને આ વિશે ખબર પડશે કે એમના પિતા ચંપકલાલ ગડા આંદોલનમાં ગયા છે તો એકવાર ફરીથી એમના પર મુસીબતનો પહાડ તૂટી પડશે.

આ પણ જુઓ: તારક મહેતા શૉના 'ભીડે માસ્ટર' અસલમાં છે એન્જિનિયર, આવી રીતે બદલાઈ ગઈ લાઈફ

હાલ તારક મહેતા... શૉમાં અપકમિંગ એપિસોડ ઘણો રસપ્રદ રહેવાનો છે, કારણકે આ વખતે પણ જેઠાલાલ સપનું જ જોઈ રહ્યા છે. શૉમાં અસલી મજા ત્યારે આવશે, જ્યારે જેઠાલાલની ઊંઘ ઉડી જશે. જેઠાલાલની ઊંઘ ઉડી જતા જ્યારે તેઓ આ સપનાનો ઉલ્લેખ પોતાના પિતા અને ભીડેને કરેશે ત્યારે માસ્ટર ભીડે એને એકવાર ફરીથી સપનાથી છૂટકારો મેળવવા માટે અજીબ સલાહ આપશે. સલાહ સાંભળીને ચંપકલાલ ગુસ્સેથી લાલ થઈ જશે અને જેઠાલાલને પણ ઘણો ક્રોધ આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK