Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > EXCLUSIVE TMKOC: 'તારક મહેતા...' શૉના આ એક્ટરને તમે ઓળખી શકશો ખરા?

EXCLUSIVE TMKOC: 'તારક મહેતા...' શૉના આ એક્ટરને તમે ઓળખી શકશો ખરા?

14 August, 2020 01:44 PM IST | Mumbai
Sheetal Patel

EXCLUSIVE TMKOC: 'તારક મહેતા...' શૉના આ એક્ટરને તમે ઓળખી શકશો ખરા?

થ્રોબેક થર્સડેમાં કોણ છે આ એક્ટર?

થ્રોબેક થર્સડેમાં કોણ છે આ એક્ટર?


સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બધ હતી. હાલમાં આ શૉએ સફળ 12 વર્ષ પૂર્ણ કરીને 13 વર્ષમાં પ્રવેશ કર્યો છે. દયાબેન, જેઠાલાલથી લઈને નટુ કાકા સુધીના બધા પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે.

વાત કરીએ શૉના સૌથી લોકપ્રિય એક્ટર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી વિશે તો તેમણે જૂલાઈમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારી છે. જ્યારે અભિનેતા ઈન્સ્ટાગ્રામ વિશે શીખી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જેઠાલાલની થ્રોબેક થર્સડે (‘Throwback Thursday’) તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.



સાથે જ ઈન્સ્ટાગ્રામ પર થ્રોબેક તસવીર શૅર કરતાં દિલીપ જોશીએ લખ્યું. કોઈએ મને કહ્યુંકે ઈન્સ્ટાગ્રામ પર #ThrowbackThursday નામની વસ્તુ છે. તો જુઓ આ મારી થ્રોબેક તસવીર. આ લેજેન્ડરી પૃથ્વી થિયેટરમાં લીધેલી તસવીર છે. અમારું નાટક ખેલૈયા શરૂ થયું તે પહેલાની તસવીર છે. સમગ્ર કાસ્ટ અને ક્રૂ, ખાસ કરીને ચંદુ ભાઈ, પરેશ ભાઈ અને મહેન્દ્ર જોશી સાથે તે સમયની ઘણી ગમતી યાદો!



ઈન્સ્ટાગ્રામ પર જોડાવા બદ્દલ દિલીપ જોશીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી અને એમણે આ વાતની પુષ્ટિ આપી હતી કે 25 જૂલાઈએ રાત્રે જ ઈન્સ્ટાગ્રામ પર જોડાયા હતા. એમણે આ પહેલા પણ પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે એમના ફૅક અકાઉન્ટ્સ અને ઈન્ટરનેટ પર ફેલાતી ખોટી માહિતીથી વિચલિત થાય છે અને એમને જરા પણ ગમતું નથી કે એમના નામે લોકો ફૅક અકાઉન્ટ્સ ચલાવે.

આ પણ વાંચોઃ Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત છે

ચાર મહિના બાદ ટેલિવિઝન દુનિયામાં ફરીથી શૂટિંગ અને શૉઝના નવા એપિસોડ્સની વાપસી થઈ ગઈ છે. સબ ટીવી પર સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ ટીવી પર નવા એપિસોડ્સ સાથે જોવા મળશે. 22 જૂલાઈથી આ શૉની શરૂઆત થઈ ગઈ છે. શૉનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ EXCLUSIVE : તારક મહેતાના આ સ્ટાર જોડાયા ઇન્સ્ટા પર, ફૅક અકાઉન્ટ્સથી પરેશાન

 ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, "મને ખ્યાલ હતો કે ઘણાં લોકો મારા ફૅક અકાઉન્ટ્સ બનાવી રહ્યા છે અને પેઇડ પ્રોમોશન્સ વગેરેનાં ગેરલાભ પણ લઇ રહ્યા હતા જે ખોટું થઇ રહ્યું હતું. આ માટે લોકોને સાચી માહિતી મળતી રહે તથા પબ્લિક ઇન્ટરેસ્ટમાં મેં આ અકાઉન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું. મારે લોકોને જણાવવું હતું કે એ બધા અકાઉન્ટ ખોટા છે અને આ જ એક શ્રેષ્ઠ રસ્તો હતો."- દિલીપ જોશી

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2020 01:44 PM IST | Mumbai | Sheetal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK