Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શમશેરામાં ડબલ રોલમાં જોવા મળશે રણબીર?

શમશેરામાં ડબલ રોલમાં જોવા મળશે રણબીર?

27 March, 2019 10:27 AM IST |
સોનિલ દેઢિયા

શમશેરામાં ડબલ રોલમાં જોવા મળશે રણબીર?

રણબીર કપૂર

રણબીર કપૂર


રણબીર કપૂર પણ હવે ડબલ રોલમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’માં વ્યસ્ત છે, પરંતુ આ સાથે જ તે બીજી ફિલ્મ ‘શમશેરા’ની પણ તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર કામ કરી રહ્યાં છે. કરણ મલ્હોત્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં રણબીર ડબલ રોલમાં જોવા મળશે એવી ચર્ચા છે. આ ફિલ્મની સ્ટોરી ડકૈતની આસપાસ ફરે છે જેઓ બ્રિટિશ રાજમાં આઝાદી માટે લડતા હોય છે. આ ફિલ્મનો લીડ હીરો હોવાની સાથે તે ડબલ રોલમાં પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. રણબીર પોતાના પાત્રની સાથે તેના પિતાનું પાત્ર પણ ભજવશે એવી ચર્ચા છે. આ બન્ને પાત્રનું શૂટિંગ તે સાથે કરશે. રણબીરે ૨૦૦૯માં આવેલી ‘રૉકેટ સિંહ : સેલ્સમૅન ઑફ ધ યર’માં યશરાજ ફિલ્મ્સ સાથે કામ કર્યું હતું. તે હવે બાર વર્ષ બાદ ફરી તેમની સાથે ‘શમશેરા’ દ્વારા કામ કરશે. આ ફિલ્મ ૨૦૨૦ની ૩૦ જુલાઈએ રિલીઝ થશે.

ranbir_ranveer



રણબીર અને રણવીરનો ફર્સ્ટ ક્લાસ ડાન્સ


રણબીર કપૂર અને રણવીર સિંહ હાલમાં જ વરુણ ધવનના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘કલંક’માં વરુણના ગીત ‘ફસ્ર્ટ ક્લાસ’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગીત પર રણબીર અને રણવીર બન્ને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમનો ડાન્સ કરતો વિડિયો કરણ જોહરે ટ્વિટર પર શૅર કર્યો હતો. ‘કલંક’માં રણબીરની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ છે. આલિયાએ ‘ગલી બૉય’માં રણવીર સાથે કામ કર્યું હતું. રણબીર અને રણવીર વચ્ચે વધુ એક સામ્ય છે અને એ છે દીપિકા પાદુકોણ.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2019 10:27 AM IST | | સોનિલ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK