જયેશભાઈ જોરદારમાં રણવીરની હિરોઇન બનશે શાલિની પાન્ડે

Published: Dec 11, 2019, 14:38 IST | Mumbai Desk

અર્જુન રેડ્ડીમાં જોવા મળ્યા બાદ તે હવે આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે

રણવીર સિંહની નવી હિરોઇન આખરે ફાઇનલ થઈ ગઈ છે. તેલુગુ બ્લોકબસ્ટર ‘અર્જુન રેડ્ડી’માં જોવા મળેલી શાલિની પાન્ડે હવે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મ દ્વારા રણવીરની સામે તેને લૉન્ચ કરશે. ‘જયેશભાઈ જોરદાર’માં મહિલા 

સશક્તીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને એથી જ આ ફિલ્મના શાલિનીએ પસંદ કરી છે. રણવીર સિંહની સામે ફિલ્મમાં લૉન્ચ થવું એ દરેક હિરોઇન માટે મોટી વાત છે અને શાલિનીને ખૂબ જ મોટું સ્ટેજ મળ્યું છે. શાલિની વિશે વધુ જણાવતાં આ ફિલ્મના પ્રોડ્યુસર મનીષ શર્માએ કહ્યું હતું કે ‘અમારી સ્ક્રિપ્ટ અને ફિલ્મના વિઝનને લઈને અમને હિરોઇન તરીકે એક નવા ચહેરાની જરૂર હતી. શાલિનીનું ઑડિશન ખૂબ જ અદ્ભુત હતું અને એ જોઈને જ અમે નક્કી કરી લીધુ હતું કે તે જ અમારી હિરોઇન બનશે. શાલિનીની ઍક્ટિંગ જોરદાર અને એકદમ રિફ્રેશિંગ છે. તેના ટૅલન્ટમાં અમને ખૂબ જ વિશ્વાસ છે. ‘જયેશભાઈ જોરદાર’માં બધાનું ધ્યાન તેના પર રહેશે એમાં બે મત નથી.’

શાલિનીએ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યાં પહેલાં તે મધ્ય પ્રદેશના જબલપુરમાં થિયેટર ઍક્ટર તરીકે કામ કરતી હતી. તેલુગુ બોલવામાં તકલીફ પડતી હોવા છતાં શાલિનીએ ‘અર્જુન રેડ્ડી’ માટે પોતે ડબિંગ કર્યું હતું. તેણે કલ્ટ ક્લાસિક ‘મહાંનતી’માં પણ કામ કર્યું હતું. બૉલીવુડ ડેબ્યુ વિશે શાલિનીએ કહ્યું હતું કે ‘યશરાજ ફિલ્મ્સના ટૅલન્ટ અને તેમની ફિલ્મ માટે સાઇન થવું એ કોઈ પણ આર્ટિસ્ટનું ડ્રીમ હોય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારું ટૅલેન્ટ દેખાડવા માટે મને જે તક મળી છે એ માટે હું પોતાને નસીબદાર માનું છું. અમારી જનરેશનના સૌથી મોટા સુપરસ્ટાર રણવીર સિંહ સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તેની સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત હોવાની સાથે પોતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માટે પણ તૈયારી કરી રહી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK