Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન-અક્ષય 2020માં ઇદ પર આમને સામને ટકરાશે, આ ફિલ્મો થશે રિલીઝ

સલમાન-અક્ષય 2020માં ઇદ પર આમને સામને ટકરાશે, આ ફિલ્મો થશે રિલીઝ

26 August, 2019 08:19 PM IST |

સલમાન-અક્ષય 2020માં ઇદ પર આમને સામને ટકરાશે, આ ફિલ્મો થશે રિલીઝ

સલમાન-અક્ષય 2020માં ઇદ પર આમને સામને ટકરાશે, આ ફિલ્મો થશે રિલીઝ


દબંગ ખાન સલમાન ખાન પોતાની મોટા બજેટની ફિલ્મો મોટાભાગે ઇદના દિવસે જ રિલીઝ કરે છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે સલમાન ખાન અને અક્ષય કુમારની બીજ બજેટની ફિલ્મો ઈદના દિવસે જ રિલીઝ થશે. અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થવાના સમાચાર મળી રહ્યા છે. તો બીજી તરફ સલમાન ખાને પણ પોતાની સફળ એક્શન ફિલ્મ કિક 2 પણ ઈદના દિવસે રિલીઝ થવાની સંભાવના દર્શાવી છે.

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ 2020માં ઈદ પર રિલીઝ થવાની ખબર ફેલાતાની સાથે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શ સહિત ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ ટ્વીટ કરીને લક્ષ્મી બોમ્બની રિલીઝ વિશે માહિતી આપી હતી. તરણ આદર્શે ટ્વીટ કરતા લખ્યું હતું કે, લક્ષ્મી બોમ્બ 22 મે 2020માં રિલીઝ થશે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મને રાઘવ લોરેન્સ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય સાથે કિયારા આડવાણી જોવા મળશે



આ ખબરના કલાક પહેલા સલમાન ખાને તેના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સંજય લીલા ભણશાલીના ડિરેક્શનમાં બની રહેલી તેની ફિલ્મ ઈંશાઅલ્લાહની રિલીઝ ડેટ ખસેડવામાં આવી છે પરંતુ તે તેમના ફેન્સને ઈદ પર મળશ. સલમાન ખાને ટ્વીટમાં કહ્યું છે કે તે 2020 ઈદને ખાલી જવા નહી દે. આ ટ્વીટના કેટલાક કલાક પછી સલમાન ખાને વધુ એક ટ્વીટ કરતા સંકેત આપ્યા છે કે કિક 2 આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરવામાં આવી શકે છે.


ટ્વીટમાં સલમાન ખાને લખ્યું છે કે, 'ઈતના મત સોચના મેરે બારે મે, દિલમે આતા હું.... ઔર ઈદ પે ભી'. ફિલ્મ કિકમાં સલમાન ખાન આ જ મોનોલોગને બોલતા જોવા મળે છે. આ ટ્વીટ પછી માનવામાં આવી રહ્યું છે કે 2020ની ઈદ પર સલમાન ખાન કિક 2 લઈને આવી શકે છે.

આ પણ વાંચો: સાહોનું નવુ ગીત રિલીઝ, રોમેન્ટીક અંદાજમાં જોવા મળ્યા પ્રભાસ-શ્રદ્ધા


બન્નેના ટ્વીટ પછી માનવામાં આવી રહ્યું છે કે બંને સુપર સ્ટારની ફિલ્મ ઇદના દિવસે જ ટક્કર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અક્ષય કુમારની સૂર્યવંશી અને સલમાન ખાનની ઈંશાઅલ્લાહ ઈદ પર રિલીઝ થવાની હતી જો કે, સલમાન ખાન સાથેની મિત્રતાને કારણે રોહિતે સૂર્યવંશીની રિલીઝ ડેટ બદલી હતી.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 08:19 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK