કરીના-તૈમૂર સાથે મરીન ડ્રાઇવ પર ગયેલા સૈફે કરી માસ્ક અંગે સ્પષ્ટતા

Published: 21st July, 2020 19:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

કરીના-તૈમૂર સાથે મરીન ડ્રાઇવ પર ગયેલા સૈફે કરી સ્પષ્ટતા કેમ નહોતું પહેર્યું માસ્ક...

તસવીર સૌજન્ય: વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્ય: વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને જણાવ્યું કે મરીન ડ્રાઇવ(Marin Drive) આઉટિંગ દરમિયાન તેમણે અને કરીના(Kareena Kapoor)એ માસ્ક પહેર્યા હતા. પણ જ્યારે તેમણે જોયું કે આસપાસ કોઇ હાજર નથી તો તેમણે પોતાના માસ્ક કાઢી નાખ્યા.

છેલ્લા કેટલાક દિવસથી અનલૉકની પ્રક્રિયા શરૂ થયા પછી સૈફ અલી ખાન(Saif Ali Khan) પત્ની કરીના કપૂર(Kareena Kapoor) અને દીકરા તૈમૂર(Taimur) સાથે મરીન ડ્રાઇવ(Marin Drive) આઉટિંગ પર નીકળ્યા હતા. તેમની આઉટિંગના ઘણાં વીડિયોઝ સામે આવ્યા હતા. ઘણાં બધાં વીડિયોઝમાં તે માસ્ક વગર પણ જોવા મળ્યાં.

શું સૈફ-કરીના-તૈમૂરે નહોતા પહેર્યા માસ્ક?
એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં સૈફે ખુલાસો કર્યો કે કેમ તે ત્રણેયએ માસ્ક નહોતા પહેર્યા. સૈફે જણાવ્યું કે તેમણે માસ્ક પહેર્યા હતા. પણ તેમણે જોયું કે આસપાસ કોઇ હાજર નથી એટલે તેમણે પોતાના માસ્ક ઉતારી દીધા. સૈફે જણાવ્યું કે, "તે જ એક એવો સમય હતો જ્યારે અમે બહાર નીકળ્યાં હતાં અને તૈમૂરને પણ અમારી સાથે બહાર લઈ ગયાં હતાં. કારણકે તે છેલ્લા 3 મહિનાથી ઘરમાં બંધ હતો. અમારી પાસે માસ્ક હતા પણ જ્યારે અમે આસપાસ ખાલીપો જોયો ત્યારે માસ્ક હટાવી દીધા."

"પણ જેવું મેં જોયું કે સામેથી લોકો આવી રહ્યા છે અને અમને કહેવામાં આવ્યું કે બાળકોને બહાર લાવવાની પરવાનગી નથી. તો અમે માસ્ક પહેરીને પાછાં ઘરે ચાલ્યાં ગયાં. આ બધું કહેવામાં ન આવ્યું. અમે જવાબદાર, કાયદાનું પાલન કરતાં નાગરિક છીએ. અમે લૉકડાઉન દરમિયાન પણ ઘરે જ રહ્યાં હતાં. હજી પણ અમે માત્ર પરિવારજનો સાથે જ વાતચીત કરી રહ્યાં છીએ."

આ પણ વાંચો : કરીના અને સૈફ સાથે વગર માસ્કે મરીન ડ્રાઈવ પર ફરતો દેખાયો તૈમૂર, લોકોએ કર્યા ટ્રોલ

મુંબઇમાં કોરોના ઝડપથી વધી રહ્યું છે. કેટલાય ફિલ્મી સિતારાઓ અને તેમના સ્ટાફ મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. સારા અલી ખાનના ડ્રાઇવરને પણ કોરોના થયો હતો. આ બાબતે સૈફે જણાવ્યું કે કોરોના કોઇને પણ થઈ શકે છે. સૌથી જરૂરી છે કે તમે ઘરે રહો અને સૅફ રહો. છેલ્લા કેટલાક દિવસથી અમિતાભ બચ્ચનના પરિવારના સભ્યોને પણ કોરોના થઈ ગયું છે. અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા બધાં નાણાવટી હૉસ્પિટલમાં દાખલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK