Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sahoo:એન્ની સોણી ગીતનું ટીઝર આઉટ,પ્રભાસ-શ્રદ્ધાનો રોમેન્ટિક અંદાજ છવાયો

Sahoo:એન્ની સોણી ગીતનું ટીઝર આઉટ,પ્રભાસ-શ્રદ્ધાનો રોમેન્ટિક અંદાજ છવાયો

30 July, 2019 06:31 PM IST |

Sahoo:એન્ની સોણી ગીતનું ટીઝર આઉટ,પ્રભાસ-શ્રદ્ધાનો રોમેન્ટિક અંદાજ છવાયો

એન્ની સોણી ગીતનું ટીઝર આઉટ

એન્ની સોણી ગીતનું ટીઝર આઉટ


30 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર વર્ષની મોટી ફિલ્મોમાંથી એક ફિલ્મ સાહોના નવા ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 4 ભાષામાં બની રહેલી ફિલ્મ સાહોને તેલુગુ સાથે તમિલ, મલયાલમ અને હિન્દીમાં બનાવવામાં આવી છે. ફિલ્મ સાહોના રોમેન્ટિક સોન્ગ એન્ની સોણીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. આ ગીતને લોકપ્રિય પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ અવાજ આપ્યો છે.



ટીઝર રિલીઝ કરતાની સાથે તેને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ગીતનો નાનકડો પ્રવાસ પણ તમને રોમાંચિત કરી દેશે. ટીઝરમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે. પ્રભાસ, મૂળ રૂપે તેલુગુ એક્ટર છે જેના કારણે ગુરૂ રંધાવાનો અવાજ ઘણો અલગ લાગી રહ્યો છે. ગીતમાં ગુરૂ રંધાવાનો સાથ આપ્યો છે તુલસી કુમારે. 'એન્ની સોણી' ગીત 2 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવશે. ગીત માટે અદ્ભુત લોકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમા ઓસ્ટ્રિયાનો પણ સમાવેશ છે.


આ પણ વાંચો: ફિલ્મ તૂફાનમાં આ સ્ટાર આપશે ફરહાન અખ્તરને કોચિંગ

એક્શન ફિલ્મ સાહોમાં પ્રભાસ શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરતા પણ જોવા મળશે. વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મમાંથી એક સાહો પહેલા 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. અક્ષય કુમારની મિશન મંગલ અને જૉન અબ્રાહમની બાટલા હાઉસના કારણે ફિલ્મની રિલીઝ ડેટ 30 ઓગસ્ટે રિલીઝ કરાઈ છે. સાહોમાં નીતિ નિતિન મુકેશ વિલનના રોલમાં જોવા મળશે જ્યારે ચંકી પાન્ડેય, જેકી શ્રોફ, મહેશ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. બાહુબલી પછી સાહો પ્રભાસ માટે મહત્વની ફિલ્મ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 06:31 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK