Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હર્ષવર્ધન અને રિયા માત્ર સારા મિત્રો કે પછી...?

હર્ષવર્ધન અને રિયા માત્ર સારા મિત્રો કે પછી...?

11 June, 2017 06:52 AM IST |

હર્ષવર્ધન અને રિયા માત્ર સારા મિત્રો કે પછી...?

હર્ષવર્ધન અને રિયા માત્ર સારા મિત્રો કે પછી...?


Rhea Chakraborty and Harshvardhan Kapoor


શાહીન પરકાર

અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન સાથે નિયમિત નજરે પડીને રિયા ચક્રવર્તી ફોટોગ્રાફર્સને દોડાવતી રહે છે. હર્ષવર્ધન તથા રિયા ચક્રવર્તી કપલ હોવાની વાતો ચાલતી રહે છે અને રિયાને તેની આગામી ફિલ્મ ‘બૅન્ક ચોર’ને બદલે હર્ષવર્ધન સાથેના સંબંધ માટે વધુ પબ્લિસિટી મળી રહી છે.

જોકે આ ગૉસિપની રિયા પર કોઈ અસર થતી નથી. રિયાએ કહ્યું હતું કે ‘હું હર્ષને અમારા કૉમન ફ્રેન્ડ્સ મારફત મળી હતી અને હવે અમે ગુડ ફ્રેન્ડ્સ બની ગયાં છીએ. હર્ષવર્ધન મસ્ત છોકરો છે. વાસ્તવમાં હર્ષવર્ધન વિવિધ પ્રકારના સિનેમા વિશે બહુબધું જાણે છે અને એ બદલ હું તેનો આદર કરું છું.’

રસપ્રદ વાત એ છે કે હર્ષવર્ધનની નવી ફ્રેન્ડ સારા અલી ખાન પણ રિયાની ફ્રેન્ડ છે. તેની વાત કરતાં રિયાએ કહ્યું હતું કે ‘હું અને સારા બાંદરામાં એક જ જિમમાં જઈએ છીએ. અમારા રસના વિષયો એકસરખા છે અને એમાં ફિટનેસ તથા ફૂડ ટૉપ પર છે.’



Whatsapp-channel Whatsapp-channel

11 June, 2017 06:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK