જ્યારે મળ્યા ક્રિકેટ અને બોલીવુડના સુપરસ્ટાર, જાણો કેવી હતી મુલાકાત ?

Published: Jun 04, 2019, 12:41 IST

રણવીર સિંહે સચિનને મળતાની સાથે તેમની સાથે હાથ મિલાવી તેમની સાથે ગળે ભેટ્યો હતો. આ ઇવેન્ટમાં રણવીર સિંહે સચિનના ઓટોગ્રાફ વાળુ બેટ પણ ખરીદ્યુ હતું. આ સિવાય રણવીરે વસીમ અકરમ અને વિવિયન રિચાર્ડ્સના ઓટોગ્રાફ વાળા બેટની ખરીદી કરી હતી.

રણવીર સિંહે સચિન સાથે એક ઈવેન્ટમાં સમય પસાર કર્યો હતો
રણવીર સિંહે સચિન સાથે એક ઈવેન્ટમાં સમય પસાર કર્યો હતો

બોલીવુડના સ્ટાર રણવીરસિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ '83માં વ્યસ્ત છે. પોતાની ઓનસ્ક્રીન ટીમને લઈ રણવીર સિંહ હાલ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની મજા માણી રહી છે. ત્યારે રણવીરસિંહની આગેવાનીમાં ઓનસ્ક્રીન ટીમ ઈન્ડિયા ક્રિકેટના રિયલ હીરોઝ સાથે પણ મુલાકત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ પણ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહી છે. રણવીર સિંહ હાલમાં એક કાર્યક્રમ માટે લોર્ડ્ઝના મેદાન પર પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં રણવીર સિંહે ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર સાથે થઈ હતી. રણવીર સિંહે તેમની સાથેની ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. મુલાકાત દરમિયાન રણવીર સિંહ અને સચિને ઘણી વાતો પણ શૅર કરી હતી.

રણવીરે ખરીદ્યું સચિનનું બેટ

રણવીર સિંહે સચિનને મળતાની સાથે તેમની સાથે હાથ મિલાવી તેમની સાથે ગળે ભેટ્યો હતો. આ ઇવેન્ટમાં રણવીર સિંહે સચિનના ઓટોગ્રાફ વાળુ બેટ પણ ખરીદ્યુ હતું. આ સિવાય રણવીરે વસીમ અકરમ અને વિવિયન રિચાર્ડ્સના ઓટોગ્રાફ વાળા બેટની ખરીદી કરી હતી. રણવીરે આ બેટ કુલ 2,000 પાઉન્ડમાં ખરીદ્યા હતા.

શૅન વોર્ન સાથે પણ મુલાકાત

રણવીર તેના મસ્તીભર્યા અંદાજ માટે જાણીતો છે અને આ જ કારણ તેને લોકો દ્વારા આટલો પસંદ કરવામાં આવે છે. આ ઈવેન્ટમાં રણવીર સિંહ સચિન સિવાય અન્ય ઘણા દિગ્ગજોને મળ્યો હતો. રણવીરે શૅન વૉર્ન સાથેનો ખાસ ફોટો શૅર કર્યો હતો જ્યારે સુનિલ ગાવસ્કરને પગે લાગ્યો હતો.

આ પણ વાંચો: નેટફ્લિક્સની સિરિયસ મૅનમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

ટૂંક સમયમાં રિલીઝ થશે '83

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ તેની આગામી ફિલ્મ 83ને લઈને કોઈ પણ કસર છોડવા માગતો નથી. રણવીર સિંહ ઈંગ્લેન્ડ પહોચવા પહેલા પણ કપિલ દેવ સાથે ખાસ સમય પસાર કરતો જોવા મળ્યો હતો. રણવીરે તેની ભારતીય ટીમ સાથે ધર્મશાળાના મેદાન પર ખાસ ટ્રેનિંગ લીધી હતી. આ સિવાય પણ કપિલ દેવ સાથે રણવીર 10 દિવસ સુધી કપિલ દેવના ઘરે રોકાયો હતો જ્યા રણવીરે ક્રિકેટને જીણવટપૂર્વક સમજી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK