નેટફ્લિક્સની સિરિયસ મૅનમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી

મુંબઈ | Jun 04, 2019, 09:51 IST

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘સિરિયસ મૅન’માં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે. મનુ જોસેફની બુક પરથી આ ફિલ્મ બનાવવામાં આવશે.

નેટફ્લિક્સની સિરિયસ મૅનમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દિકી

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આગામી ફિલ્મ ‘સિરિયસ મૅન’માં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે. મનુ જોસેફની બુક પરથી આ ફિલ્મ બનાવવામાં આવશે. આ અગાઉ નવાઝુદ્દીન ‘સેક્રેડ ગેમ્સ’માં જોવા મળ્યો હતો. તે ‘સેક્રેડ ગેમ્સ 2’માં પણ જોવા મળશે. ‘સિરિયસ મૅન’ને સુધીર મિશ્રા ડિરેક્ટ કરશે. આ ફિલ્મને લઈને નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘હું નેટફ્લિક્સની ‘સિરિયસ મૅન’ અને ક્રીએટ‌િવ માઇન્ડવાળા સુધીર મિશ્રા સાથે કામ કરવાને લઈને ખૂબ જ અેક્સાઇટેડ છું. ‘સેક્રેડ ગેમ્સ’ બાદ નેટફ્લિક્સ સાથે મારો આ બીજો પ્રોજેક્ટ છે. આશા રાખું છું કે લોકોએ જેટલો પ્રેમ ગણેશ ગાયતોન્ડેને આપ્યો છે એટલો જ પ્રેમ આ ફિલ્મના ઐયન મણિને પણ આપશે. હું હાલમાં ‘સેક્રેડ ગેમ્સ 2’ની રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો છું. સાથે જ લોકોનાં રીઍક્શન જાણવા માટે પણ આતુર છું.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK