Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાકેશ બારોટનું ‘કોના રે ભરોસે’ ગીત તમે સાંભળ્યું કે નહીં?

રાકેશ બારોટનું ‘કોના રે ભરોસે’ ગીત તમે સાંભળ્યું કે નહીં?

22 September, 2020 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાકેશ બારોટનું ‘કોના રે ભરોસે’ ગીત તમે સાંભળ્યું કે નહીં?

તસવીર સૌજન્યઃ યુટ્યુબ

તસવીર સૌજન્યઃ યુટ્યુબ


લોકપ્રિય ગુજરાતી ગાયક રાકેશ બારોટે તાજેતરમાં જ સારેગામા ગુજરાતી યુચ્યુબ ચેનલ પર પોતાનું નવું ગીત ‘કોના રે ભરોસે’ લૉન્ચ કર્યું છે. આ ગીતના કંપોઝર મયુર નાદિયા જ્યારે ગીતના શબ્દો આનંદ મેહરાના છે. ગીત એક રસપ્રદ સ્ટોરી સાથે હાર્ટબ્રેક અને વિશ્વાસઘાટની વાત કરે છે.

વીડિયોમાં રાકેશ એક એવા વ્યક્તિની ભૂમિકા નિભાવી રહ્યા છે જે અકસ્માતને કારણે દ્રષ્ટિ ગુમાવે છે. તેની પત્ની આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે અને કોઈ બીજા સાથે સંબંધ બાંધવાનું શરૂ કરે છે. પરંતુ વીડિયોના અંતમાં એક ટ્વિસ્ટ છે, જે દર્શકો માટે આશ્ચર્યજનક બની છે.




અવાજમાં પીડા અને ભાવનાઓ સાથે ગાયેલું આ ગીત તમને તેના સુંદર સંગીત અને શબ્દોથી જકડી રાખશે. રાકેશ બારોટે તેમના નવા ગીતના લોન્ચ પ્રસંગે જણાવ્યું હતું કે, હું ખૂબ ઉત્સાહિત છું કે મારું નવું ગીત સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરી રહ્યો છું. હું પ્રથમ વાર સારેગામા સાથે જોડાયો છું અને આ એક નવી શરૂઆત છે. હું મારા બધા ચાહકોને વિનંતી કરું છું કે તેઓ મારા પહેલાના ગીતોની જેમ જ આ ગીતને આવકારે અને પસંદ કરે.

રાકેશ બારોટનું આ નવું ગીત સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર અપલબ્ધ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK