હવે એકતા કહેશે હેલો જી

Published: 21st January, 2021 20:02 IST | Rashmin Shah | Rajkot

બાલાજીના ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવનારી આ નવી વેબ-સિરીઝમાં ફોન-ડેટિંગ ઑપરેટરની લાઇફના ઉતારચડાવ જોવા મળશે

હવે એકતા કહેશે હેલો જી
હવે એકતા કહેશે હેલો જી

બાલાજી ટેલિફિલ્મસના નવા વેબ શોનું ટાઇટલ છે ‘હેલો જી’. ફોનલાઇન પર ડેટ કરીને કસ્ટમરનાં ખિસ્સાં ખાલી કરાવતી ઑપરેટરની પર્સનલ લાઇફના ઉતારચડાવની વાત કહેતી આ વેબ-સિરીઝની લીડ ઍક્ટ્રેસ નાયરા બૅનરજી છે. નાયરા બૅનરજી પહેલી વાર વેબ-સિરીઝમાં જોવા મળશે. નાયરા આ વેબ શોમાં અનુશિલા તેન્ડુલકરનું કૅરૅક્ટર છે, જેનું નામ ફોન લાઇન પર ઍન્જેલિના છે. નાયરાએ કહ્યું હતું, ‘સબ્જેક્ટ બોલ્ડ છે પણ એ બોલ્ડનેસમાં ક્યાંક ને ક્યાંક ઇમોશન્સ પણ છે. એવું નથી હોતું કે ડેટિંગ લાઇન પર ફોન કરનારા બધાના મનમાં સેક્સના જ વિચાર હોય, ઘણા એવા પણ હોય છે જેને કંપની જોઈતી હોય.’નાયરાએ પોતાના કૅરૅક્ટરને બરાબર સમજવા માટે ડેટિંગ લાઇન પર ફોન કરીને પોતાના પૈસે વાત પણ કરી હતી અને એ વાતચીત દરમ્યાનમાં એ ઑપરેટરની બોલવાની, વાત કરવાની રીતભાત કેવી હોય એ સ્ટડી પણ કર્યો હતો. નાયરા કહે છે, ‘ઍન્જેલિના બનતી અનુશિલા કેવી રીતે બીજી બધી મહિલાઓને પણ આત્મનિર્ભર બનવાનું શીખવે છે એની પણ વાત છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK