'કામ ચાલું છે'નું કામ થયું પુરું, કેદાર-ભાર્ગવનું નવું સોંગ થયું રિલીઝ

Published: May 01, 2019, 14:35 IST | અમદાવાદ

ગીતમાં જાણીતા આર જે ધ્વનિત દેખાઈ રહ્યા છે. ભાર્ગવ પુરોહિત અને કેદાર જાધવે પોતાની ફેસબુક વૉલ પર પોસ્ટ મૂકીને ગીતને રિલીઝ કર્યું છે.

Image Courtesy : Bhargav Purohit Facebook
Image Courtesy : Bhargav Purohit Facebook

જાણીતા ગુજરાતી સિંગર કમ્પોઝર કેદાર-ભાર્ગવ પોતાના નવા ગીત સાથે આવી ગયા છે. કેદાર-ભાર્ગવનું નવું ગીત 'કામ ચાલુ છે' રિલીઝ થઈ ચૂક્યુ છે. ગીતમાં જાણીતા આર જે ધ્વનિત દેખાઈ રહ્યા છે. ભાર્ગવ પુરોહિત અને કેદાર જાધવે પોતાની ફેસબુક વૉલ પર પોસ્ટ મૂકીને ગીતને રિલીઝ કર્યું છે.

 

'કામ ચાલુ છે' આ ગીત મૂળ કટાક્ષ છે. કેદાર ભાર્ગવે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું,'આજનો દિવસ ત્રેવડો છે, જુઓ અમારો જોશ કેવડો છે, અમારું આ ગીત બીજું તો કૈં નહીં, પણ રોજિંદી સૂચનાઓનો ચેવડો છે... સમજવા માટે ગીત જોવું પડશે.' ગીતમાં રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ પર કટાક્ષ કરવામાં આવ્યા છે. જુઓ વીડિયો

 ભાર્ગવ પુરોહિતે બુધવારે ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતું કે લગભગ ચાર વર્ષ પહેલા આ ગીત પર કામ શરૂ થયું હતું અને અઢીએક વર્ષ પહેલા પતી ગયું હતું. જો કે આખરે હવે આવતીકાલે આ ગીત રિલીઝ થઈ રહ્યું છે. કેદાર ભાર્ગવની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ગીત રિલીઝ થયું છે. ગીતના શબ્દો ધ્વનિત, ભાર્ગવ પુરોહિત, મિલિંદ ગઢવી અને કેદાર ઉપાધ્યાયે લખ્યા છે. તો ગીતમાં ધ્વનિતની સાથે કેદાર-ભાર્ગવ અને બલરાજ શાસ્ત્રીએ અવાજ આપ્યો છે.

 આ પણ વાંચોઃ મળો આ ગુજરાતી કંપોઝર્સને જેણે બોલીવુડના સંગીતને આપ્યો નવો આયામ

આ ગીત ધ્વનિત, બલરાજ શાસ્ત્રી, ભાર્ગવ પુરોહિત, કેદાર ઉપાધ્યાયે ગાયું-બોલ્યું છે. મ્યુઝિક ઓબ્વિઅસ્લી કેદાર-ભાર્ગવનું છે. ગીતના શબ્દો ધ્વનિત, ભાર્ગવ પુરોહિત, મિલીંદ ગઢવી અને કેદાર ઉપાધ્યાયના છે. તો મ્યુઝિક કેદાર-ભાર્ગવનું છે. ફાલ્દુ સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ્ડ આ ગીતને રક્ષિત ફાલ્દુ અને હેમાલી ફલ્દુએ ડિરેક્ટ કરી છે. ગીતની ખાસ વાત તેની સ્પેશિયલ ઈફેક્ટ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK