મળો આ ગુજરાતી કંપોઝર્સને જેણે બોલીવુડના સંગીતને આપ્યો નવો આયામ

Apr 23, 2019, 14:37 IST
 • 1970ના દસકામાં એક્શન ફિલ્મોના જમાનામાં આ જોડીએ બોલીવુડમાં ધૂમ મચાવી હતી.વારસામાં મળેલા લોકસંગીતને તેમણે આગળ વધાર્યું અને એક નવો જ આયામ આપ્યો. કલ્યાણજી આણંદજીની હિટ ફિલ્મોમાં ડૉન, સરસ્વતીચંદ્ર, સફર, કુરબાની મુખ્ય છે.

  1970ના દસકામાં એક્શન ફિલ્મોના જમાનામાં આ જોડીએ બોલીવુડમાં ધૂમ મચાવી હતી.વારસામાં મળેલા લોકસંગીતને તેમણે આગળ વધાર્યું અને એક નવો જ આયામ આપ્યો. કલ્યાણજી આણંદજીની હિટ ફિલ્મોમાં ડૉન, સરસ્વતીચંદ્ર, સફર, કુરબાની મુખ્ય છે.


  1/12
 • 1975માં કલ્યાણજી આણંદજીને ફિલ્મ કોરા કાગઝ માટે ફિલ્મફેર મળ્યો હતો. કલ્યાણજી આણંદજીનો પરિવાર મૂળ કચ્છનો છે. તેમના પિતા કચ્છથી વેપાર માટે મુંબઈ આવ્યા હતા. અને બાદમાં મુંબઈમાં જ સ્થાયી થયા હતા. તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

  1975માં કલ્યાણજી આણંદજીને ફિલ્મ કોરા કાગઝ માટે ફિલ્મફેર મળ્યો હતો. કલ્યાણજી આણંદજીનો પરિવાર મૂળ કચ્છનો છે. તેમના પિતા કચ્છથી વેપાર માટે મુંબઈ આવ્યા હતા. અને બાદમાં મુંબઈમાં જ સ્થાયી થયા હતા.

  તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

  2/12
 • સચિન-જીગર...આ નામથી કોણ અજાણ છે? તાજેતરમાં જ સચિને ધૂણી રે ધખાવી ગીત રીક્રીએટ કર્યું હતું.જે ખૂૂબ જ લોકપ્રિય થયું છે. આ સંગીતકારો એવા છે જેઓ આજે પણ પોતાના મૂળ સાથે જોડાયેલા છે. સચિન જીગર બોલીવુડની સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપે છે.

  સચિન-જીગર...આ નામથી કોણ અજાણ છે? તાજેતરમાં જ સચિને ધૂણી રે ધખાવી ગીત રીક્રીએટ કર્યું હતું.જે ખૂૂબ જ લોકપ્રિય થયું છે. આ સંગીતકારો એવા છે જેઓ આજે પણ પોતાના મૂળ સાથે જોડાયેલા છે. સચિન જીગર બોલીવુડની સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપે છે.

  3/12
 • શોર ઈન ધ સિટીના ગીત સાયબોથી સચિન અને જીગર જાણીતા થયા હતા. બસ પછી તો તેમણે ક્યારેય પાછું વળીને નથી જોવું પડ્યું. સચિન-જીગરે રોંગ સાઈડ રાજુ, કેરી ઓન કેસર, લવની ભવાઈ, ચાલ જીવી લઈએ સહિતની ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  શોર ઈન ધ સિટીના ગીત સાયબોથી સચિન અને જીગર જાણીતા થયા હતા. બસ પછી તો તેમણે ક્યારેય પાછું વળીને નથી જોવું પડ્યું. સચિન-જીગરે રોંગ સાઈડ રાજુ, કેરી ઓન કેસર, લવની ભવાઈ, ચાલ જીવી લઈએ સહિતની ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.

  તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

  4/12
 • સિંગર, મ્યુઝિક કંપોઝર, લિરિસિસ્ટ...ઈન શોર્ટ ઑલ ઈન વન એટલે આપણા અમિત ત્રિવેદી. ગુજરાતી થિએટરથી અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપવાની શરૂઆત કરી અને આજે તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ કંપોઝર્સમાં થાય છે.

  સિંગર, મ્યુઝિક કંપોઝર, લિરિસિસ્ટ...ઈન શોર્ટ ઑલ ઈન વન એટલે આપણા અમિત ત્રિવેદી. ગુજરાતી થિએટરથી અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપવાની શરૂઆત કરી અને આજે તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ કંપોઝર્સમાં થાય છે.

  5/12
 • અમિત ત્રિવેદીનો જન્મ બાંદ્રામાં ગુજરાતી પરિવારમાં થયો હતો. મૂળ તેઓ અમદાવાદના છે. અમિત ત્રિવેદીએ ક્વીન, ઉડાન, બોમ્બે વેલ્વેટ, કેદારનાથ, અંધાધુન, ફિતૂર, ડિઅર ઝિંદગી જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અમિત ત્રિવેદીને નેશનલ અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  અમિત ત્રિવેદીનો જન્મ બાંદ્રામાં ગુજરાતી પરિવારમાં થયો હતો. મૂળ તેઓ અમદાવાદના છે. અમિત ત્રિવેદીએ ક્વીન, ઉડાન, બોમ્બે વેલ્વેટ, કેદારનાથ, અંધાધુન, ફિતૂર, ડિઅર ઝિંદગી જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અમિત ત્રિવેદીને નેશનલ અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  6/12
 • તમને ખબર છે બોલીવુડની આ ફેમસ જોડી મૂળ મુંદ્રાના છે. જેમનો જન્મ મુંબઈમાં થયો છે. સલીમ-સુલેમાનને પિતા પાસેથી સંગીતની પ્રેરણા મળી. આ બંને ભાઈઓએ ચક દે ઈન્ડિયા, રબ ને બના દી જોડી, ફેશન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  તમને ખબર છે બોલીવુડની આ ફેમસ જોડી મૂળ મુંદ્રાના છે. જેમનો જન્મ મુંબઈમાં થયો છે. સલીમ-સુલેમાનને પિતા પાસેથી સંગીતની પ્રેરણા મળી. આ બંને ભાઈઓએ ચક દે ઈન્ડિયા, રબ ને બના દી જોડી, ફેશન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

  7/12
 • 2010માં તેમણે ફિફા વર્લ્ડ કપના એન્થમ સોંગ માટે આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે collaboration કર્યું હતું. તેમને ફિલ્મફેર પણ મળી ચુક્યો છે. અને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

  2010માં તેમણે ફિફા વર્લ્ડ કપના એન્થમ સોંગ માટે આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે collaboration કર્યું હતું. તેમને ફિલ્મફેર પણ મળી ચુક્યો છે. અને ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

  8/12
 • પોતાના ડેબ્યૂ સોંગ માટે જ ફિલ્મ ફેર અવૉર્ડ મેળવાનાર સિંગર એટલે આપણા પોતાના હિમેશ રેશમિયા. 2006માં આવેલા તેમના પહેલા જ આલ્બમ 'આપ કા સુરૂર'એ લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. હિમેશન એમ્સ્ટર્ડમમાં વેમ્બલી અરેનામાં પર્ફોર્મ કરનાર પહેલા સિંગર છે.

  પોતાના ડેબ્યૂ સોંગ માટે જ ફિલ્મ ફેર અવૉર્ડ મેળવાનાર સિંગર એટલે આપણા પોતાના હિમેશ રેશમિયા. 2006માં આવેલા તેમના પહેલા જ આલ્બમ 'આપ કા સુરૂર'એ લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. હિમેશન એમ્સ્ટર્ડમમાં વેમ્બલી અરેનામાં પર્ફોર્મ કરનાર પહેલા સિંગર છે.

  9/12
 • હિમેશની સિંગિગ સ્ટાઈલની અનેક ટીકાઓ પણ થઈ. જો કે હિમેશે ગાવાનું ચાલું જ રાખ્યું. હિેમેશ મ્યુઝિક ડિરેક્ટર, સિંગર, બેકગ્રાઉન્ડ કંપોઝર, સ્ટોરી રાઈટર, પ્રોડ્યુસર અને લીરિસિસ્ટ પણ છે. મલ્ટી ટેલેન્ટેડ એવા આ કલાકારનો જન્મ રાજુલામાં થયો હતો.

  હિમેશની સિંગિગ સ્ટાઈલની અનેક ટીકાઓ પણ થઈ. જો કે હિમેશે ગાવાનું ચાલું જ રાખ્યું. હિેમેશ મ્યુઝિક ડિરેક્ટર, સિંગર, બેકગ્રાઉન્ડ કંપોઝર, સ્ટોરી રાઈટર, પ્રોડ્યુસર અને લીરિસિસ્ટ પણ છે. મલ્ટી ટેલેન્ટેડ એવા આ કલાકારનો જન્મ રાજુલામાં થયો હતો.

  10/12
 • હમ દિલ દે ચુકે સનમ માટે નેશનલ અવૉર્ડ મેળવનારા સંગીતકાર એટલે ઈસ્માઈલ દરબાર. જેઓ મૂળ સુરતના છે. જેમણે જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું છે.

  હમ દિલ દે ચુકે સનમ માટે નેશનલ અવૉર્ડ મેળવનારા સંગીતકાર એટલે ઈસ્માઈલ દરબાર. જેઓ મૂળ સુરતના છે. જેમણે જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું છે.

  11/12
 • ઈસ્માઈલ દરબારની જાણીતી ફિલ્મો જોઈએ તો દેવદાસ, કિસ્ના, હમ દિલ દે ચુકે સનમનો સમાવેશ થાય છે. તેઓ અનેક ટીવી શોમાં જજની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે.

  ઈસ્માઈલ દરબારની જાણીતી ફિલ્મો જોઈએ તો દેવદાસ, કિસ્ના, હમ દિલ દે ચુકે સનમનો સમાવેશ થાય છે. તેઓ અનેક ટીવી શોમાં જજની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

અભિનય હોય કે સંગીત કે વેપાર ગુજરાતીઓ કોઈ ક્ષેત્રે પાછળ નથી. આજે અમે તમને મળાવીશું એવા ગુજરાતીઓ જેણે બોલીવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને એક નવો આયામ આપ્યો છે. જેમણે વર્ષોથી બોલીવુડને સંગીતના સૂરોથી સજાવ્યું છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK