HBD Bobby Deol: આ વૅબ સિરીઝે બદલી નાખી 'ફ્લૉપ અભિનેતા'ની ઈમેજ

Published: 27th January, 2021 10:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આજે બૉબી દેઓલ પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

બૉબી દેઓલ
બૉબી દેઓલ

દેઓલ પરિવારના દરેક સભ્યનું ઈન્ડસટ્રી અને ફૅન્સે દિલ ખોલીને સ્વાગત કર્યું છે. ધર્મેન્દ્ર દેઓલ (Dharmendra Deol) હોય કે પછી દીકરી ઈશા દેઓલ (Esha Deol) અથવા તો દીકરાઓ સની દેઓલ (Sunny Deol) અને બૉબી દેઓલ (Bobby Deol). બૉબી દેઓલે 90ના દશકમાં બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ફિલ્મથી જ તેણે ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી. બૉબીનો જન્મ 27 જાન્યુઆરી 1969માં થયો હતો. આ વર્ષે અભિનેતા પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે જીવનની કેટલીક ખાસ વાતો પર નજર કરીએ...

બૉબી દેઓલે વર્ષ 1995માં ફિલ્મ ‘બરસાત’ દ્વારા હીરો તરીકે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ફિલ્મ માટે બૉબી દેઓલને ફિલ્મફેયર બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો એવૉર્ડ મળ્યો હતો. ત્યારબાદ બૉબીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘ગુપ્ત’, ‘સોલ્જર’, ‘અજનબી’, ‘બાદલ’, ‘બિચ્છૂ’ અને ‘હમરાઝ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

બૉબી દેઓલ એક એવો અભિનેતા છે જેણે સફળતાની સીડી બહુ જલ્દી ચડી અને એટલી જ જલ્દી નિષ્ફળતા પણ જોઈ. પરંતુ તેને ક્યારેય હાર ન માની. 90ના દાયકમાં બૉબીએ જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે દરેકના દિલ પર રાજ કરતો હતો. તેના લુકની છોકરીઓ દિવાની હતી. અભિનેતાની હેર સ્ટાયલ ચર્ચાનો વિષય રહી હતી. બૉબીના લાંબા અને વાંકડિયા વાળ ફેશન સ્ટેટમેન્ટ બની ગયા હતા. છોકરાઓએ તેના જેવી હેર સ્ટાયલ અને લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું હતું.

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, બૉબી દેઓલે 1995માં જ બૉલીવુડમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે પિતા ધર્મેન્દ્રની ફિલ્મ ‘ધરમ વીર’માં કામ કર્યું હતું.

બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ હીટ ફિલ્મો આપી છતા કેટલીક ફ્લૉપ ફિલ્મોએ બૉબી દેઓલની કારર્કિદી પર બ્રેક લગાડી દીધી હતી. ધીમે-ધીમે તેની ગણતરી ફ્લૉપ અભિનેતાઓમાં થવા લાગી હતી. જોકે, વર્હ 2018માં અભિનેતા સલમાન ખાન (Salman Khan)એ બૉબી દેઓલને ફરીથી ઉભા થવાની અને બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવાની તક આપી. સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’માં વર્ષો પછી ફરી વાર બૉબી દેઓલની અભિનય ક્ષમતાની ઝલક જોવા મળી. ફિલ્મ તો બૉક્સ ઓફિસ પર ફ્લૉપ રહી પરંતુ બૉબી માટે તે હીટ અને વળાંકરૂપ સાબિત થઈ. તેના ટ્રાન્સફૉર્મેશનને લોકોએ ખુબ પસંદ કર્યું. ત્યારબાદ તેણે અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ ‘હાઉસફુલ 4’માં કામ કર્યું. જોકે, આ ફિલ્મ પણ ફ્લૉપ રહી હતી.

બીજી ઈનિંગમાં બૉબી દેઓલની ફ્લૉપ હીરોની ઈમેજ ભૂંસી નાખવા માટે આર્શિવાદરૂપ સાબિત થઈ વૅબ સિરીઝ ‘આશ્રમ’. આ વૅબ સિરીઝે તેને લોકોમાં ફરી એકવાર હીટ સાબિત કર્યો. પ્રકાશ ઝા ડિરેક્ટેડ આ વૅબ સિરીઝમાં બૉબી દેઓલે બાબા નિરાલાની ભૂમિકા ભજવી હતી. જેની સ્ટોરી એક ઢોંગી બાબાની આસપાસ ફરે છે. બાબાને માનનારા ભક્તોનો વિશાળ વર્ગ છે, જે બાબા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. આ વૅબ સિરીઝની બે સિઝન છે. બન્ને સુપરહીટ રહી છે. આ વૅબ સિરીઝે ફરી એકવાર બૉબી દેઓલની જિંદગી પાટા પર લાવી છે.

પસર્નલ અને પ્રોફેશનલ લાઈફમાં બહુ સરસ રીતે સંતુલન જાળવતા અભિનેતા બૉબી દેઓલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK