Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગૂગલે એકતા કપૂરને આપી કંટેન્ટ ક્વિનની ઉપાધિ

ગૂગલે એકતા કપૂરને આપી કંટેન્ટ ક્વિનની ઉપાધિ

23 December, 2018 10:01 PM IST |

ગૂગલે એકતા કપૂરને આપી કંટેન્ટ ક્વિનની ઉપાધિ

કંટેન્ટ ક્વિન એકતા કપૂર

કંટેન્ટ ક્વિન એકતા કપૂર


ગલ ભારતે આ વર્ષની ટોપ ટ્રેંડિંગની યાદી જાહેર કરી છે. અને આ યાદીમાં એકતા કપૂરને લઈ રસપ્રદ વાતો બહાર આવી છે. જ્યારે ગૂગલ પર એકતા કપૂર વિશે સર્ચ કરવામાં આવ્યું  તો એકતા કપૂરનું નામ ભારતીય કંટેન્ટની રાણી તરીકે પ્રદર્શિત કરવામાં આવી. એક યુવા છોકરીના રૂપમાં મનોરંજનની દુનિયામાં પગ મુક્યા બાદ, લીડિંગ મહિલા ડિરેક્ટર અને હવે ભારતની સૌથી પ્રસિદ્ધ કંટેન્ટ પ્રોડ્યુસરના એક અલગ રૂપમાં મનોરંજનના વિભિન્ન માધ્યમો પર રાજ કરતી જોવા મળે છે. અને હવે ગૂગલે પણ આ વાત સાથે સહમતિ દર્શાવતા તેને કંટેન્ટ ક્વીનની ઉપાધિ આપી છે.

ALTBalajiની સાથે એક ડિઝિટલ ક્રાંતિનું નિર્માણ કરતા ડિરેક્ટર તેના નવા નવા ડોમેન દ્વારા ઓનલાઈન પણ દર્શકોને આકર્ષિત કરી રહી છે. એકતાનું પોતાનું એક નવુ ડિઝિટલ પ્લેટફોર્મ છે, જ્યા વિશેષ કંટેન્ટ સાથે એકતા ઓનલાઈન દર્શકોનું ખુબ મનોરંજન કરાવી રહી છે. તેની પોતાની ડિઝિટલ વિડીયો સ્ટ્રિમિંગ સેવા છે જ્યા યુવા પેઢી માટે કઈક નવુ કંટેન્ટ લાવવામાં સફળ રહી છે. કંટેન્ટ ક્વીન ટીવી ના માધ્યમથી દર્શકોના મન પર રાજ કરી રહી છે, જે સિરીયલ્સની ટીઆરપી જાહેર કરે છે.

નાના પડદા પર જ નહી એકતા કપૂરે ધ ડર્ટી પિક્ચર, ઉડતા પંજાબ, લિપિસ્ટીક અંડર માય બુર્ખા જેવી ફિલ્મો અને હાલમાં જ વીરે દી વેડિંગ જેવી સફળ ફિલ્મોમાં પણ તેનો જાદૂ દેખાડ્યો છે. દરેક ફિલ્મ સાથે એકતા કપૂરે એવી વિવિધતા દર્શાવી છે જે માત્ર રાષ્ટ્રના ખુણે ખુણે નથી જતી પરંતુ વિશ્વના દરેક મનોરંજકને તેના દર્શક બનાવે છે.

 



એકતા કપૂર અવિશ્વસનીય કંટેન્ટ અને સ્ટોરીની સાથે રૂઢીવાદી વિચારોને તોડીને દર્શકોને તેમની તરફ આકર્ષિત કરવા મજબુર કરે છે, એટલુ જ નહી, તે તેના દર્શકોને ખુબ જ સારી રીતે ઓળખે છે કદાચ એ જ કારણ છે કે એકતા વિભિન્ન શૈલીઓ પર આધારિત ફિલ્મો સાથે મનોરંજન કરાવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2018 10:01 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK