ફરહાન અખ્તર હૉલીવુડ ફિલ્મમાંથી સીન બ્લર કરવા પર થયા નારાઝ, કહી આ વાત

Published: Nov 13, 2019, 20:17 IST | Mumbai Desk

ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ભારતીય સેન્સર વિરુદ્ધ મોરચો શરૂ કરી દીધો છે.

તાજેતરમાં જ CBFCએ ક્રિસ્ચિયન બેલ અને મેટ ડેમનની આગામી ફિલ્મ 'Ford v Ferrari'ના મેકર્સને ફિલ્મમાંથી દારુની બાટલીઓ અને ગ્લાસને બ્લર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેના પછી ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ભારતીય સેન્સર વિરુદ્ધ મોરચો શરૂ કરી દીધો છે.

ટ્વિટર પર રિએક્ટ કરતાં ફરહાને પોતાની નારાઝગી વ્યક્ત કરી અને લખ્યું, "તે દિવસ દૂર નથી જ્યારે તે સિનેમાઘરોમાં ફક્ત સ્ક્રીપ્ટ વાચતા દેખાશે. ભારતીય એડલ્ટને એક એવા અપરાધીની જેમ કેમ સમજવામાં આવે છે દે પોતાની માટે વિચારી ન શકે. યોગ્ય અયોગ્ય મારાથી પર છે."

બાલે અને ડેમનની ફિલ્મ 'ફોર્ડ વી ફેરારી' પહેલાથી જ શાનદાર એક્ટિંગને કારણે તેને ઑસ્કર મળવાની ચર્ચા શરૂ કરી દીધી છે. બ્લર દારૂની બાટલીઓ અને ગ્લાસના કેટલાક સીન ઇન્ટરનેટ પર પણ આવી ગયા છે. આ વચ્ચે ફરહાન તાજેતરમાં ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિન્ક'માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના સિવાય પ્રિયંકા ચોપરા અને ઝાયરા વસીમની પણ મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનું નિર્દેશન શોનાલી બોસે કર્યું હતું. આ ફિલ્મ ઝાયરા વસીમની છેલ્લી ફિલ્મ હશે કારણ કે તેણે આ ફિલ્મ પછી કોઇપણ ફિલ્મ ન કરવાનું નિર્ણય કર્યો છે.

ફરહાન અખ્તર ઝલ્ફ ફિલ્મ એક બૉક્સરના જીવન પર આધારિત છે. આ ફિલ્મના પોસ્ટર શૅર કરી દેવામાં આવ્યા છે. ફરહાન અખ્તર ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો વ્યક્ત કરતો હોય છે. ફરહાન અખ્તર જાવેદ અખ્તરનો દીકરો છે. તે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

આ સિવાય તે કેટલીય ફિલ્મોનું નિર્દેશન પણ કરી ચૂક્યો છે. ફરહાન અખ્તરના ભાઈ અને ફિલ્મ નિર્દેશન સાજિદ ખાનનું નામ મી ટૂમાં આવ્યા પથી તેમના વિરુદ્ધ સ્ટેન્ડ લીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK