Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા સિંહે વૅનિટી વૅનને જ યોગ સ્ટુડિયો બનાવ્યો છે

દીપિકા સિંહે વૅનિટી વૅનને જ યોગ સ્ટુડિયો બનાવ્યો છે

21 June, 2019 09:46 AM IST |

દીપિકા સિંહે વૅનિટી વૅનને જ યોગ સ્ટુડિયો બનાવ્યો છે

દીપિકા સિંહ

દીપિકા સિંહ


દીપિકા સિંહે પોતાને ફિટ એન્ડ ફાઇ‌ન રાખવા માટે પોતાની વૅનિટીને જ યોગનો સ્ટુડિયો બનાવ્યો છે. એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે તે ફિટસને લઈને કોઈ સમાધાન કરવા નથી માગતી. દીપિકા હાલમાં કલર્સ ચૅનલ પર આવતા ‘કવચ 2’માં જોવા મળી રહી છે. તેને જ્યારે પણ સમય મળે છે તે યોગાસન કરે છે. બાળકના જન્મ બાદ પોતાનું આરોગ્ય જળવાઈ રહે એ માટે તેણે યોગ કરવાનું શરૂ કર્યું છે. યોગ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ગંભીરતાથી યોગનું પાલન કરું છું.

આ પણ વાંચો : દિલીપકુમારના સ્ટારડમને યાદ કરતાં કર્માનો એક ફોટો શૅર કર્યો અનુપમ ખેરે



યોગ દ્વારા મારા હેક્ટિક શેડ્યુલમાં પણ હું પોતાને શાંત રાખી શકું છું અને એના કારણે જ મેં મારી ફ્લેક્સિબિલિટી પાછી મેળવી છે. હું હંમેશાંથી જ ફિટનેસ અને પોષણયુક્ત આહારમાં માનું છું. હું ફિટ રહેવા માગું છું. એથી જ હું દરરોજ યોગ કરું છું. હું બ્રેક મળે ત્યારે આસન કરું છું. મેં મારી વૅનિટી વૅનને જ યોગના સ્ટુડિયોમાં બદલી નાખી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 09:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK