પિકુના સેટ પર બૅડ્મિન્ટન રમે છે દીપિકા પાદુકોણ

Published: 12th November, 2014 04:58 IST

દીપિકા પાદુકોણ ભૂતપૂર્વ બૅડ્મિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણની પુત્રી છે એટલે તેનામાં બૅડ્મિન્ટનની સ્કિલ તો હોય જ.

અને પોતાની બૅડ્મિન્ટન-સ્કિલનું પ્રદર્શન જ્યાં પણ કરવા મળે ત્યાં દીપિકા જરાય પાછળ નથી રહેતી. હાલમાં તે અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન સાથે શૂજિત સરકારની ‘પિકુ’નું શૂટિંગ કલકત્તામાં કરી રહી છે જ્યાં તે બૅડ્મિન્ટન રમતી જોવા મળી હતી. મજાની વાત તો એ છે કે તમે ગમે ત્યારે દીપિકાને બૅડ્મિન્ટન રમવા માટે કહેશો એ સમયે તે પૂરેપૂરી એનર્જીથી ચાર્જ થયેલી મળશે. તેનું એમ પણ માનવું છે કે જો તે ઍPર ન હોત તો બૅડ્મિન્ટન પ્લેયર હોત.

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દીપિકાએ પૂરાં કયાર઼્ સાત વર્ષ

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હાલમાં દીપિકા પાદુકોણનો સિતારો સાતમા આસમાને છે. યોગાનુયોગ એ છે કે આ અભિનેત્રીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પૂરાં કયાર઼્ છે. એક ઇવેન્ટ દરમ્યાન તેણે પોતાની ફિલ્મી કરીઅરને યાદ કરતાં જણાવ્યું હતું કે ‘એક અભિનેત્રી હોવાને કારણે તમારે અલગ-અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. આજે ભલે મારી કરીઅર સારી રીતે આગળ વધી રહી હોય એમ છતાં મેં પણ ખરાબ સમય જોયો છે. શરૂઆતમાં જ્યારે મારી ફિલ્મો નહોતી ચાલતી ત્યારે મને ઘણું શીખવા મળ્યું હતું. વાસ્તવમાં ધૈર્ય રાખવાથી દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK