Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઝી ટીવીના આગામી ફૅમિલી ડ્રામામાં બાલિકા વધૂ ફેમ નેહા મર્દા

ઝી ટીવીના આગામી ફૅમિલી ડ્રામામાં બાલિકા વધૂ ફેમ નેહા મર્દા

06 February, 2020 01:15 PM IST | Mumbai Desk

ઝી ટીવીના આગામી ફૅમિલી ડ્રામામાં બાલિકા વધૂ ફેમ નેહા મર્દા

ઝી ટીવીના આગામી ફૅમિલી ડ્રામામાં બાલિકા વધૂ ફેમ નેહા મર્દા


ઝી ટીવીએ આ વર્ષે ઘણા નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે જેમાં ફિક્શન ઉપરાંત રિયલિટી શોનો પણ સમાવેશ થાય છે. આ ચૅનલનો આગામી શો એક ફૅમિલી ડ્રામા હશે જેમાં નેહા મર્દા લીડ રોલમાં જોવા મળશે. નેહા મર્દા કલર્સના લોકપ્રિય શો ‘બાલિકા વધૂ’થી જાણીતી બની છે અને તે લાંબા સમય બાદ સ્મૉલ સ્ક્રીન પર પાછી ફરશે.

નેહાએ ‘એક થી રાજકુમારી’, ‘દેવોં કે દેવ... મહાદેવ’, ‘ડોલી અરમાનોં કી’ વગેરે જાણીતા ટીવી-શોમાં કામ કર્યું છે. તેની સાથે લીડ રોલમાં સિદ્ધાંત સૂર્યવંશી જોવા મળશે. સિદ્ધાંત સૂર્યવંશી ‘મમતા’, ‘કુસુમ’, ‘વારિસ’, ‘સૂફિયાના મેરા પ્યાર’ જેવી સિરિયલો માટે જાણીતો છે. આ અપકમિંગ શોનું નિર્માણ અરવિંદ બબ્બલ પ્રોડક્શન્સ હેઠળ થઈ રહ્યું છે જે ભવ્ય શો બનાવવા માટે જાણીતા છે. અરવિંદ બબ્બલ અગાઉ ‘લાઇફ ઑકે’ પર આવતો હિટ થ્રિલર શો ‘મહાકુંભ: એક રહસ્ય, એક કહાની’ બનાવી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 01:15 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK