Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થઈ અનન્યા પાન્ડેની

દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થઈ અનન્યા પાન્ડેની

22 December, 2019 10:58 AM IST | Mumbai

દીપિકા પાદુકોણ સાથે કામ કરવાની ઇચ્છા પૂરી થઈ અનન્યા પાન્ડેની

અનન્યા પાન્ડે અને દીપિકા પાદુકોણ

અનન્યા પાન્ડે અને દીપિકા પાદુકોણ


અનન્યા પાન્ડેને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા પૂરી થઈ ગઈ છે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન એ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને ‘કપૂર ઍન્ડ સન્સ’ના ડિરેક્ટર શકુન બત્રા ડિરેક્ટ કરશે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યુ. ‘ગલી બૉય’નો સિદ્ધાંત ચતુર્વેદી પણ આ ફિલ્મમાં જોવા મળવાનો છે. અનન્યાએ તાજેતરમાં જ ઈશાન ખટ્ટર સાથેની ‘ખાલી પીલી’નું શૂટિંગ પૂરુ કર્યું છે. ફિલ્મને લઈને ઉત્સાહિત અનન્યાએ કહ્યું હતું કે 

‘હુ અતિશય ખુશ છું કે આખરે મારી વિશલિસ્ટમાંની વિશ પૂરી થઈ છે. આ ફિલ્મ અલગ પ્રકારની છે. ફિલ્મમાં રોમૅન્ટિક-ડ્રામા છે. મારુ કામ એવું છે જે મેં આ અગાઉ કદી પણ નથી કર્યું. હું ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છું.’



આ પણ વાંચો : દબંગ 3એ પહેલા દિવસે કર્યો 24.50 કરોડનો બિઝનેસ


અનન્યાની ‘પતિ, પત્ની ઔર વોહ’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. દીપિકા પાદુકોણ સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત અને દીપિકાની પ્રશંસા કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘દીપિકા પાદુકોણ એક એવી ઍક્ટ્રેસ છે જેને હું ખૂબ પ્રેમ કરું છું. સાથે જ ‘ગલી બૉય’માં સિદ્ધાંત ચતુર્વેદીને જોવો પણ ખૂબ ગમ્યો હતો. હું ફરી એકવાર ધર્મા પ્રોડક્શન સાથે કામ કરી રહી છું. એ મારા માટે એક ઘર જેવું જ છે. હું ખૂબ ખુશ છું. હું કરણ જોહરની હંમેશાં આભારી રહીશ. મારુ માનવું છે કે મારા ડિરેક્ટર શકુન બત્રા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનાં અદ્ભુત ડિરેક્ટર છે. તેમની સાથે કામ કરવાનું હું પહેલેથી જ સપનું જોતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2019 10:58 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK