દબંગ 3એ પહેલા દિવસે કર્યો 24.50 કરોડનો બિઝનેસ

Published: 22nd December, 2019 10:49 IST | New Delhi

સિટિઝનશિપના કાયદાના વિરોધને પગલે સલમાનની ફિલ્મના વકરા પર અસર

દબંગ 3
દબંગ 3

શુક્રવારે રિલીઝ થયેલી ‘દબંગ 3’એ પહેલા જ દિવસે ૨૪.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સુદીપ કિચ્ચા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળી રહી છે. ‘દબંગ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. 

પાછલી બન્ને ફિલ્મો ની સરખામણીએ ત્રીજી ફિલ્મે પહેલાં દિવસે વધુ બિઝનેસ કર્યો છે. સલમાનના ટ્રેક રેકૉર્ડને ધ્યાનમાં રાખીને એ સૌથી ઓછો કહેવું ખોટું નથી. જોકે તેના બિઝનેસને ફટકો પડવાનું કારણ સિટિઝનશિપના કાયદાને લઈને ચાલી રહેલો વિવાદ છે. ઘણાં રાજ્યમાં આ ફિલ્મના શો ખાલી જઈ રહ્યાં છે.

એમ છતાં આ ફિલ્મે આટલો બિઝનેસ કર્યો એ સારી વાત છે, પરંતુ ફિલ્મમાં એટલો દમ નથી. વીકએન્ડ બાદ ફિલ્મનો બિઝનેસ ઓછો થઈ જાય તો પણ નવાઈ નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK