Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ફોર મોર શૉટ્સ પ્લીઝ'માં ચારે અભિનેત્રીઓ દેખાશે બોલ્ડ અવતારમાં

'ફોર મોર શૉટ્સ પ્લીઝ'માં ચારે અભિનેત્રીઓ દેખાશે બોલ્ડ અવતારમાં

09 January, 2019 03:56 PM IST |

'ફોર મોર શૉટ્સ પ્લીઝ'માં ચારે અભિનેત્રીઓ દેખાશે બોલ્ડ અવતારમાં

25 જાન્યુઆરીથી જોવા મળશે વેબ સિરીઝ.

25 જાન્યુઆરીથી જોવા મળશે વેબ સિરીઝ.


પ્રાઈમ ઓરિજિનલની વેબ સિરીઝ 'ફોર મોર શૉટ્સ પ્લીઝ' દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. પ્રાઈમ ઓરિજિનલની આગામી વેબ સિરીઝ ચાર મહિલાઓની વચ્ચેની મિત્રતા વિશે છે જે એકબીજાથી ઘણી અલગ છે.

'ફોર મોર શૉટ્સ પ્લીઝ'ની ચારેય મુખ્ય અભિનેત્રી સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગગરૂ વેબ સિરીઝમાં બોલ્ડ અવતારમાં જોવા મળશે જે તેમની હોટનેસથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.



'ફોર મોર શૉટ્સ પ્લીઝ'ની સ્ટોરીને જોતા જ અમેરિકાની વેબ સિરીઝ સેક્સ એન્ડ ધ સિટીની યાદો તાજી થઈ જશે. સેક્સ એન્ડ ધ સિટીની જેમજ 'ફોર મોર શૉટ્સ પ્લીઝ' એક બોલ્ડ સ્ટોરી છે. તેમાં ચાર યુવતીઓના જીવનમાં રહેલા પુરૂષો સાથે તેમનો ભાવનાત્મક ઉતાર-ચઢાવ અને તેમના વ્યક્તિગત ઝઘડાઓ સાથે તેમના પ્રયત્નોની સ્ટોરી બતાવવામાં આવશે


દેવિકા ભગત દ્વારા લખાયેલી અને ઇશિતી મોઈત્રાના ડાયલોગ સાથે, 'ફોર મોર શૉટ્સ પ્લીઝ' ચાર અલગ અલગ સ્વભાવની મહિલાઓના જીવનની આસપાસ ફરતી જોવા મળશે. પ્રત્યેક મહિલા પોતે જ સંઘર્ષ સાથે તેના જીવનને સંભાળતી જોવા મળશે. મુંબઈના દક્ષિણ ભાગમાં આવેલું એક એવું શહેર જે ક્યારેય ઉંઘતુ નથી, આ ચાર મિત્રો દર બીજા દિવસે એક બીજા સાથે વાત કરવા માટે તેમના પસંદના ગેરેજ બાર 'ટ્રક'ની મુલાકાત કરે છે અને દારૂનો નશો પણ કરે છે.

'ફોર મોર શૉટ્સ પ્લીઝ' સ્ટોરી એક શહેરી અને જીવનની કડવી સચ્ચાઈ વિશે છે, જ્યાં તેઓ પારંપરિક અને મોર્ડન વિચારસરણી વચ્ચે ફસાયેલા દેશમાં રહે છે. એક સમજદાર મહિલા હોવાની સાથે જ એક એવા દેશમાં આઝાદ ફરવું જે પોતે સાંકળોમાં બંધાયેલું છે અને એક એવો દેશ જે માત્ર ઈમાનદાર હોવાનો ઢોંગ કરે છે.


પ્રાઇમ ઓરિજિનલ વેબ સિરીઝમાં સયાની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગગરૂ ચાર મહિલાઓ સાથે પ્રતીક બબ્બર, નીલ ભૂપલમ, લિસા રે, સપના પબ્બી, અમૃતા પુરી અને મિલિંદ સોમન જેવા એક્ટર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પોપ સાંસ્કૃતિના સંદર્ભ સાથે મોડર્ન મહિલાની વિચારસરણી અને મગજને સમજવા માટે 'ફોર મોર શૉટ્સ પ્લીઝ' જોવી આવશ્યક છે. 25 જાન્યુઆરીથી પ્રાઈમ વીડિયો પર જોવા મળશે આ સિરીઝ.

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2019 03:56 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK