Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

13 October, 2020 06:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

અક્ષય કુમાર, માનુષી છિલ્લર

અક્ષય કુમાર, માનુષી છિલ્લર


ઇતિહાસનાં પાનાં ઊથલાવતી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું અક્ષયકુમારે અને સોનુ સૂદે શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં માનુષી છિલ્લર અને સંજય દત્ત પણ લીડ રોલમાં જોવા મળશે. માનુષી 13 ઑક્ટોબરે તો સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગ શરૂ કરશે. બહાદુર રાજા પૃથ્વીરાજ ચૌહાણના સાહસની ગાથા આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. અક્ષયકુમાર પૃથ્વીરાજ અને માનુષી સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. કોરોના મહામારીને કારણે બધા શૂટિંગ પર બ્રેક લાગી ગઈ હતી. જોકે અક્ષયકુમાર ‘બેલબૉટમ’ના શૂટિંગ બાદ હવે મુંબઈમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ ખૂબ જ સાવચેતી રાખીને શરૂ કરવામાં આવ્યું છે અને એ માટે સ્પેશ્યલ સેટ બનાવવામાં આવ્યો છે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે ‘હા, અમે ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં શરૂ કર્યું છે. પૂરી ટીમ આખા શેડ્યુલ માટે ખૂબ ઉત્સાહિત છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 06:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK