Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંચનાની હિન્દી રીમેક લક્ષ્મી બૉમ્બનું શૂટિંગ શરૂ થયું

કંચનાની હિન્દી રીમેક લક્ષ્મી બૉમ્બનું શૂટિંગ શરૂ થયું

29 April, 2019 09:41 AM IST | મુંબઈ

કંચનાની હિન્દી રીમેક લક્ષ્મી બૉમ્બનું શૂટિંગ શરૂ થયું

રાઘવ લૉરેન્સ સાથે અક્ષયકુમાર

રાઘવ લૉરેન્સ સાથે અક્ષયકુમાર


‘કંચના’ની હિન્દી રીમેક ‘લક્ષ્મી બૉમ્બ’નું શૂટિંગ હાલમાં જ શરૂ કરવામાં આવ્યું છે. આ હૉરર-કૉમેડીમાં અક્ષયકુમાર અને કિઆરા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ તામિલ ફિલ્મની હિન્દી રીમેકને રાઘવ લૉરેન્સ ડિરેક્ટ કરશે. અક્ષયકુમાર સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને રાઘવ લૉરેન્સે ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર ફ્રેન્ડ્સ અને ફૅન્સ, ‘કંચના’ની હિન્દી રીમેકનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રેટ અક્ષયકુમાર સરે ફિલ્મની શરૂઆત કરી છે. તમારા સૌના આર્શીવાદની જરૂર છે.’

kiara_advani



ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ કિઆરા અડવાણીએ પણ પોતાનો ફોટો ટ્વિટર પર શૅર કર્યો હતો.


આ પણ વાંચો : કૅન્સરને કારણે શારીરિક અને માનસિકરૂપે ઘણો ફેરફાર જોયો છે : તાહિરા

ફોટોમાં તે હાથમાં ક્લૅપ બોર્ડ લઈને ઊભી છે. ટ્વિટર પર ફોટો શૅર કરીને કિઆરાએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’નો પહેલો દિવસ છે. આ રીતે જર્ની શરૂ થઈ ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 09:41 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK