Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સરને કારણે શારીરિક અને માનસિકરૂપે ઘણો ફેરફાર જોયો છે : તાહિરા

કૅન્સરને કારણે શારીરિક અને માનસિકરૂપે ઘણો ફેરફાર જોયો છે : તાહિરા

29 April, 2019 09:27 AM IST | મુંબઈ

કૅન્સરને કારણે શારીરિક અને માનસિકરૂપે ઘણો ફેરફાર જોયો છે : તાહિરા

તાહિરા કશ્યપ ખુરાના

તાહિરા કશ્યપ ખુરાના


તાહિરા કશ્યપ ખુરાનાનું કહેવું છે કે કૅન્સરને કારણે તેનામાં શારીરિક અને માનસિક રીતે ઘણા બદલાવ આવ્યા છે. પોતાને કૅન્સર થયું છે એવી માહિતી તાહિરાએ સોશ્યલ મીડિયા પર આપી હતી. પોતે જે સ્થિતિમાંથી પસાર થઈ રહી છે એ વિશે જણાવતાં અનેક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાહિરાએ કૅપ્શન આપી હતી કે ‘તમને જણાવી દઉં કે અમુક ફોટોઝ તમને ઠીક નહીં લાગે. જોકે મને આશા છે કે કેટલીક બાબતોને પર્ફેક્ટ સમજવા માટેના દૃષ્ટિકોણમાં પરિવર્તન જરૂરથી આવ્યો હશે. છેલ્લા થોડા મહિનાથી હું ઘણી બદલાઈ ગઈ છું. હું એ નથી જાણતી કે હું કૅટરપિલરમાંથી બટરફ્લાઈ બની છું કે એનાથી ઊંધુ થયું છે. પરિવર્તનની આ પ્રક્રિયાના કોઈ પણ સ્ટેજ પર હું હોઈ શકું છું.

જોકે દરેક સ્ટેજ સ્પેશ્યલ અને અનોખો છે. મારી અંદર વસ્તુસ્થિતિને સ્વીકાર કરવાની ભાવના છે. કૅટરપિલરનું જ ઉદાહરણ આપું તો મેં મારી લાઇફમાં શારીરિક અને માનસિક રીતે ઘણા ફેરફાર જોયા છે. મારા વાળ મને ખૂબ પસંદ હતા. મારા ચહેરા પરની ખામીઓને હું વાળથી ઢાંકતી હતી. જોકે મેં મારા વાળ ગુમાવી દીધા. હું હવે ટૉપી પહેરું છું. મારી લાઇફના દરેક તબક્કાને હું માણી રહી છું. મારા વાળની સાથે મેં મારી અંદરના ડર અને સુંદરતાને લઈને બિન્દાસ વર્તનના નજરિયાને પણ ગુમાવી દીધો છે. હું નથી જાણતી કે હું હવે વાળ લાંબા રાખીશ કે નહીં. આ બન્ને સ્થિતિમાં હું હવે મારા ચહેરાને નહીં છુપાવીશ.



આ પણ વાંચો : બાહુબલી : ધ કન્ક્લુઝનને બે વર્ષ પૂરાં થવાથી મેકર્સે માન્યો સૌનો આભાર


મેં મારી માનસિકતા બદલી નાખી છે. મારી સૌથી મોટી જીત એ છે કે મેં મારા સાત વર્ષના દીકરાની માનસિકતા બદલી નાખી છે. તે મને તેના ફ્રેન્ડ્સ સાથે ગર્વથી મુલાકાત કરાવે છે. મારી આ પૉસ્ટ દરેક શૅપ અને સાઇઝની મહિલાઓ માટે છે સાથે જ એ લોકો માટે પણ છે જે કીમોથેરપી બાદ વાળ ગુમાવવાથી ચિંતિત થાય છે. તમે હંમેશાં માટે સુંદર છો અને સુંદર રહેશો.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 09:27 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK