અક્ષય કુમારે મહામારીમાં પૂરું કર્યું 'બેલબૉટમ'નું શૂટ,નવું પોસ્ટર રિલીઝ

Published: Oct 01, 2020, 11:47 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અક્ષય કુમારે આની ક્રેડિટ પોતાની ટીમને આપી છે, જેને કારણે કારણે ફિલ્મ સમયસર પૂરી થઈ શકી. જણાવવાનું કે બેલબૉટમનું શૂટ અક્ષયે ઑગસ્ટમાં જ શરૂ કરી દીધું હતું.

અક્ષય કુમાર
અક્ષય કુમાર

અક્ષય કુમારે (Akshay Kumar) પોતાની ફિલ્મ બેલબૉટમ (Bellbottom)નું શૂટ કોરોના વાયરસ (Corona virus) પેન્ડેમિક દરમિયાન પૂરું કરી લીધું છે. ફિલ્મના નવા પોસ્ટર (New poster release) સાથે અક્ષયે આની જાહેરાત કરી છે. અક્ષય કુમારે (Akshay Kumar)આની ક્રેડિટ પોતાની ટીમને આપી છે, જેને કારણે કારણે ફિલ્મ સમયસર પૂરી થઈ શકી. જણાવવાનું કે બેલબૉટમ (Bellbottom)નું શૂટ અક્ષયે ઑગસ્ટમાં જ શરૂ કરી દીધું હતું.

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, "આપણે એકલા ઓછું કરી શકીએ ચીએ, પણ સાથે ઘણું બધું કરી શકીએ છીએ. આ એક ટીમવર્ક છે અને હું મારી કાસ્ટ અને ક્રૂના દરેક સભ્યનો આભારી છું. બેલબૉટમ પૂરી થઈ. પોસ્ટર આ રહ્યું." બેલબૉટમનું નિર્દેશન રંજીત તિવારીએ કર્યું છે. ફિલ્મમાં વાણી કપૂર ફીમેલ લીડમાં છે, જ્યારે હુમા કુરૈશી અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ જૅકી ભગનાની અને વાશુ ભગનાની કરી રહ્યા છે. ફિલ્મ આવતાં વર્ષે 2 એપ્રિલના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

29 સપ્ટેમ્બરના અક્ષયે બેલબૉટમનું ગ્લાસગો શેડ્યૂલ પૂરું થવાની માહિતી આપી હતી. તેણે એક તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કે ગ્લાસગોનું શેડ્યૂલ ઘણું સારું રહ્યું. સાથે જ લંડન જવાની માહિતી પણ આપી હતી. બેલબૉટમનું ગ્લાસગો શેડ્યૂલ લગભગ 40 દિવસ ચાલ્યું.

અક્ષયે ગ્લાસગો શેડ્યૂલનું શૂટિંગ 20 ઑગસ્ટના શરૂ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે કોરોના વાયરસ પેન્ડેમિક દરમિયાન શૂટ કેવું થઈ રહ્યું છે. અક્ષય કુમારે લખ્યું હતું કે, "લાઇટ્સ, કેમેરા, માસ્ક ઑન એન્ડ એક્શન નવા સામાન્યનું સંપૂર્ણ પાલન કરતા બેલબૉટમનું શૂટ થઈ રહ્યું છે. આ મુશ્કેલ સમય છે, પણ કામ કરવું જરૂરી છે."

બેલબૉટમ એસીના દાયકામાં સેટ થયેલી એક સ્પાઇ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. અક્ષય જાસૂસના રોલમાં જોવા મળશે. આ પાત્ર માટે અક્ષય 80ના દાયકાના લૂક અને ગેટઅપમાં દેખાશે. આ વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે અક્ષય કુમારની ફિલ્મોનું શેડ્યૂલ બગડી ગયું છે. 2020માં અક્ષયની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઈ. સૂર્યવંશી માર્ચમાં રિલીઝ થવાની હતી, પણ સિનેમાઘર બંધ થઈ જવાને કારમે તેની રિલીઝ અટકાવી દેવામાં આવી છે.

લક્ષ્મી બૉમ્બ ઇદ પર રિલીઝ થવાની હતી, પણ હવે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર 9 નવેમ્બરના દિવાળીના અવસરે રિલીઝ થશે. પૃથ્વીરાજ જે દિવાળી પર રિલીઝ થવાની હતી, તે હવે 2021માં રિલીઝ થશે. ક્રિસમસ પર અક્ષય કુમારની બચ્ચન પાંડેય આવવાની હતી, જે પહેલા જ આવતા વર્ષ માટે શિફ્ટ કરી દેવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK