અભિષેક ને ઐશ્વર્યા બચ્ચનની ફિલ્મ ફેબ્રુઆરીમાં શરૂ થશે?

Published: 23rd December, 2014 05:18 IST

ઍડ-મેકર પ્રહલાદ કક્કર બૉલીવુડના કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને ફિલ્મ બનાવવાની તૈયારીમાં હોવાનું લગભગ એકાદ વર્ષથી ચર્ચાઈ રહ્યું છે. જોકે બચ્ચન કપલે આવા ન્યુઝને વારે-વારે નકારી કાઢ્યા છે, પરંતુ એક અખબારના રિપોર્ટમાં કંઈ અલગ જ કહેવાયું છે.

આ રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર્સે ઐશ્વર્યાને શરીરનું વજન ઘટાડવાનું કહ્યા બાદ આ ફિલ્મનું ભવિષ્ય અધ્ધરતાલ થયું હતું, પરંતુ ઐશ્વર્યા મૉડલિંગ કરતી હતી ત્યારથી જ તેના નજીકના દોસ્ત રહેલા પ્રહલાદે આ મુદ્દે સમાધાન કરાવતાં પ્રોજેક્ટ ફરી પાટે ચડ્યો છે. આ મુદ્દો ઉકેલાયા બાદ પ્રહલાદે આશા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રહલાદે કહ્યું હતું કે જો બધું બરાબર રહેશે તો ઇન્શા-અલ્લાહ ફેબ્રુઆરીથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.

આ પહેલાં અભિષેક અને ઐશ્વર્યા ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’, ‘ધૂમ ૨’, ‘ગુરુ’ અને ‘રાવણ’ એમ પાંચ ફિલ્મોમાં જોડી જમાવી ચૂક્યાં છે અને આ તેમની છઠ્ઠી ફિલ્મ હશે. જોકે પ્રહલાદની આ ફિલ્મ ઐશ્વર્યાની કમબૅક ફિલ્મ કહેવાઈ રહી હતી, પરંતુ હજી એનું ઠેકાણું નથી અને સંજય ગુપ્તાની ફિલ્મ ‘જઝ્બા’નું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું હોવાથી તે આ ફિલ્મ દ્વારા રૂપેરી પડદે પુનરાગમન કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK