જિજ્ઞા વોરા, એક નામ કે જે એક સમયે બાય-લાઇન સમાચાર બનાવતા હતા તે પોતે જ ફ્રન્ટ પેજ સમાચાર બની ગયા હતા. ઘાટકોપર, મુંબઈની એક ગુજરાતી છોકરી એવી બાબતમાં ફસાઈ જાય છે જે ક્યારેય તેનો ભાગ ન હતી. તેમના વિરુદ્ધ કાવતરાં કરવામાં આવ્યા અને તેમને ગુનેગારનું લેબલ ચીપકાવવામાં આવ્યું. તેમજ જેલમાં દિવસો વિતાવવાનો વારો આવ્યો. હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત `સ્કૂપ` સિરીઝ અત્યારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે, આ સિરીઝ તેના પુસ્તક "બિહાઈન્ડ બાર્સ ઇન ભાયખલા: માય ડેઝ ઇન પ્રિઝન" પર આધારિત છે. ત્યારે જીગ્ના વોરાએ ગુજરાતી મિડ-ડે ડોટકોમ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જેલમાં વીતાવેલા સમયના કેટલાક અત્યંત ભયાનક અનુભવ શેર કર્યા. આ સાથે એવા સમયે કેવી રીતે સિસ્ટમનો સામનો કરવો પડ્યો અને મીડિયા દ્વારા કેવો ત્રાસ આપવામાં આવ્યો તે આપવિતી જણાવી.