જિયો સિનેમા પર આ શુક્રવારે રિલીઝ થઈ રહેલા શો દ્વારા તે ઍક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે.
રફ્તાર
સિંગર અને રૅપર રફ્તાર તેના વેબ-શો ‘બજાઓ’ના શૂટિંગ દરમ્યાન સેટ પર કોઈ સાથે વાત નહોતો કરતો. જિયો સિનેમા પર આ શુક્રવારે રિલીઝ થઈ રહેલા શો દ્વારા તે ઍક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ શોમાં તે એક સિંગરનું પાત્ર ભજવી રહ્યો છે. પાત્રની તૈયારી વિશે વાત કરતાં રફતારે કહ્યું કે ‘હું શૂટિંગ દરમ્યાન સેટ પર મારા શૂટિંગ પહેલાં કે પછી પણ કોઈ સાથે વાત નહોતો કરતો. હું ખુરશી પર જઈને બેસી જતો અને દરેકના શૂટિંગને જોતો રહેતો હતો. હું તેમને સમજવાની કોશિશ કરતો હતો જેથી હું મારા પાત્રને એ મુજબ ઢાળી શકું. આ શો માટે મારી લાઇફ પરથી ઘણા રેફરન્સ લેવામાં આવ્યા છે. કેટલીક વસ્તુ બઢાવી ચઢાવીને કહેવામાં આવી છે, પરંતુ મુશ્કેલીઓનો સામનો તો મેં પણ કર્યો છે. ઉદાસ હું પણ હતો, મસ્તી મેં પણ કરી હતી, મ્યુઝિકને હું પણ પ્રેમ કરું છું. આથી આ પાત્ર મારાથી ખૂબ જ નજીકનું છે.’

