ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા ખૂબ જ ચર્ચામાં રહી હતી અને એની પાછળના રહસ્યએ દરેકને ચોંકાવી દીધા હતા
નાઇન્ટી ડેઝ : ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ હન્ટ ફૉર રાજીવ ગાંધીઝ અસૅસિન
રાજીવ ગાંધીના હત્યાકાંડ પર આધારિત હવે વેબ-શો બની રહ્યો છે. અનિરુદ્ધ મિશ્રાની બુક ‘નાઇન્ટી ડેઝ : ધ ટ્રૂ સ્ટોરી ઑફ ધ હન્ટ ફૉર રાજીવ ગાંધીઝ અસૅસિન’ પરથી આ શો બનાવવામાં આવી રહ્યો છે. અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ શો બનાવવામાં આવી રહ્યો છે જેને ‘ધ ટેલ ઑફ ઍન અસૅસિન’ નામ આપવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા ખૂબ જ ચર્ચામાં રહી હતી અને એની પાછળના રહસ્યએ દરેકને ચોંકાવી દીધા હતા. આ વિષય પર જૉન એબ્રાહમ અને શૂજિત સરકારની ‘મદ્રાસ કૅફે’ બનાવવામાં આવી હતી. જોકે હવે એ વિષય પર ડીટેલમાં શો બનાવવામાં આવી રહ્યો છે. કન્ટેન્ટ સ્ટુડિયો દ્વારા આ બુકના રાઇટ્સ ખરીદવામાં આવ્યા હતા અને હવે તેઓ અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ સાથે એ શોને બનાવી રહ્યા છે. નાગેશ કુકુનૂર આ શોને ડિરેક્ટ કરી રહ્યો છે. આ વિશે નાગેશ કુકુનૂરે કહ્યું કે ‘હું રાજીવ ગાંધીના અસૅસિન પરની સ્ટોરી બનાવવા માટે ખૂબ જ ઉત્સુક છું. મારા માટે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનો પહેલાં પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો અને હવે હું ફરી તેમની સાથે કામ કરવા માટે તૈયાર છું.’

