હૂઝ યૉર ડૅડીની બીજી સીઝનમાં સુકેશ આનંદ
સુકેશ આનંદ
આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થયેલી અલ્ટ બાલાજીની સિરીઝ ‘હૂ’ઝ યૉર ડૅડી?’ની બીજી સીઝન આવવાની છે જેમાં રાહુલ દેવ, અન્વેશી જૈન, યુટ્યુબર હર્ષ બેનિવાલ, નીતિન ભાંબરી જેવા કલાકારો છે. ટીડ્ડા (નીતિન ભાંબરી) પોતાની અસલી મા કોણ છે એ વિશે જાણવા પિતા સોગી (હર્ષ બેનિવાલ) પાસે જાય છે, પણ ઊલટું તેને પિતાના ચોંકાવનારા ભૂતકાળ વિશે ખબર પડે છે. શોની બીજી સીઝન માટે ‘મર્દાની 2’, ‘રામલીલા’, ‘બૉબી જાસૂસ’ જેવી ફિલ્મો કરી ચૂકેલા સુકેશ આનંદને અપ્રોચ કરવામાં આવ્યા છે. સુકેશ આનંદ ‘હૂ’ઝ યૉર ડૅડી?’માં મહત્ત્વનો રોલ કરવાના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુકેશ આનંદે સબ ટીવીનો શો ‘તેરા યાર હૂં મૈં’માંથી એક્ઝિટ લીધી છે. પ્રોડક્શન હાઉસ સાથે રોલને લઈને મતભેદ થતાં તેમણે આ શો છોડવાનો નિર્ણય લીધો છે. તેઓ આ પહેલાં સબ ટીવીના શો ‘સજન રે ઝૂઠ મત બોલો’માં કામ કરી ચૂક્યા છે.