સમકિત ગ્રુપની ‘હમ ચલે પાઠશાલા 2.0’ સ્કીમમાં જોડાયેલા સમસ્ત દુનિયાના ૯૪,૮૫૨ સ્ટુડન્ટ્સમાંથી લકી ડ્રૉ દ્વારા સુરતનાં સાધના જૈનને લાગ્યું બમ્પર ઇનામ : નેક્સ્ટ યરની સ્કીમના વિનરને અપાશે ૧ કિલો સોનું
સાધના જૈન
‘મને સમજ નથી પડી રહી કે શું થઈ રહ્યું છે. હું શું બોલું? મારા હાથ-પગ ઠંડા પડી રહ્યા છે. મારી પાસે કોઈ શબ્દ નથી...’ આવા ઉદ્ગાર હતા ‘હમ ચલે પાઠશાલા સ્કીમ 2.0’ના લકી ડ્રૉમાં એક કરોડ ૧૧ લાખ રૂપિયાનું પ્રાઇઝ જીતનારાં બાવન વર્ષનાં સાધના જૈનના.