નેટફ્લિક્સ માટે હૉરર વેબ-સિરીઝને પ્રોડ્યુસ કરશે શાહરુખ ખાન
શાહરુખ ખાન
શાહરુખ ખાન વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર હૉરર વેબ-સિરીઝને કૉ-પ્રોડ્યુસ કરવાનો છે. રાધિકા આપ્ટેની ‘ઘૂલ’ને ડિરેક્ટ કરનાર પેટ્રિક ગ્રેહામ ‘બેતાલ’ નામની આ વેબ-સિરીઝને ડિરેક્ટ કરશે. આ સિરીઝમાં વિનીત કુમાર અને અહાના કુમરા જોવા મળે એવી ચર્ચા છે. જોકે ઑફિશ્યલ જાહેરાત કરવાની હજી બાકી છે. શાહરુખ ખાનની આ ત્રીજી વેબ-સિરીઝ હશે.
આ પણ વાંચો : પ્રોસ્થેટિક મેકઅપ સહેલો નથી : બિગ બી
ADVERTISEMENT
આ અગાઉ તેણે ઇમરાન હાશ્મીની ‘બાર્ડ ઑફ બ્લડ’ અને બૉબી દેઓલની ‘ક્લાસ ઑફ 83’ને પ્રોડ્યુસ કરી છે. ‘બાર્ડ ઑફ બ્લડ’ ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.