શોનું શૂટિંગ દેહરાદૂન, દિલ્હી, જયપુર અને મુંબઈના કેટલાક ભાગમાં કરવામાં આવ્યું હતું
મનીષ પૉલ
મનીષ પૉલે ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવનારા તેના પહેલા પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કરી લીધું છે. રીતમ શ્રીવાસ્તવે એને ડિરેક્ટ કર્યો છે. એટલું જાણવા મળ્યું છે કે આ થ્રિલર-ડ્રામામાં કદી ન જોયો હોય એવા અવતારમાં મનીષ દેખાશે. તેણે જૂનમાં શોનું શૂટિંગ શરૂ કર્યું હતું. શોનું શૂટિંગ દેહરાદૂન, દિલ્હી, જયપુર અને મુંબઈના કેટલાક ભાગમાં કરવામાં આવ્યું હતું. હવે એનું પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આવતા વર્ષે એ રિલીઝ કરવામાં આવશે. પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું થવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર તેણે આપી હતી. સાથે જ એમાં તેણે #રફુચક્કર લખ્યું છે. એથી અંદાજ લગાવી શકાય કે આનું નામ ‘રફુચક્કર’ હોઈ શકે છે. પ્રોજેક્ટના ક્લૅપ-બોર્ડનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને મનીષ પૉલે કૅપ્શન આપી હતી, ‘યસ, ઇટ્સ રૅપ! જોકે અંત નથી. અમે ફરી પાછા આવીશું. આ શાનદાર જર્ની રહી. થૅન્ક યુ ટીમ #રફુચક્કર.’


