કરણ જોહરનો આજે બર્થ-ડે હોવાથી તે તેની ડિરેક્ટર તરીકેને આગામી ફિલ્મની જાહેરાત કરશે

કરણ જોહર
કરણ જોહર અને ગુનીત મોંગા ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા સિરીઝ ‘ગ્યારહ ગ્યારહ’ લઈને આવી રહ્યા છે. આ સિરીઝ ZEE 5 પર રિલીઝ થવાની છે. એમાં ધૈર્ય કરવા, ક્રિતિકા કામરા અને રાઘવ જુયાલ લીડ રોલમાં દેખાશે. ઉમેશ બિસ્તે એને ડિરેક્ટ કરી છે. આ સિરીઝમાં ત્રણ દાયકાઓ ૧૯૯૦, ૨૦૦૧ અને ૨૦૧૬ના સમયગાળાને દેખાડવામાં આવશે. એની સ્ટોરીને લઈને એક્સાઇટેડ કરણ જોહરે કહ્યું કે ‘અમે સિખ્યા એન્ટરટેઇનમેન્ટ અને ZEE 5 સાથે આ અનોખા ઇન્વેસ્ટિગેટિવ ડ્રામાને લઈને અતિશય ઉત્સુક છીએ. એક ફિલ્મમેકર તરીકે હું હંમેશાં એવી સ્ટોરીમાં માનુ છું જે પ્રેરણા આપે, મનોરંજન આપે અને દર્શકોને પડકાર આપે. આ ભાગીદારીથી અમને અમારા ક્રીએટિવ કન્ટેન્ટ અને એવી સ્ટોરી જે દરેક પ્રકારના લોકોને જોડશે એ દેખાડવાની તક મળી છે. આ પાર્ટનરશિપ અનોખી સ્ટોરીટેલર્સ કે જે વિવિધ અને અનોખી સ્ટોરીના મિશ્રણને દેખાડશે. અમે સાથે મળીને જે બનાવ્યું છે એ જોવા માટે તો હું પણ આતુર છું.’
વરુણ અને ટાઇગરને લઈને ઍક્શન ફિલ્મ ડિરેક્ટ કરશે કરણ જોહર?
કરણ જોહર હવે ટાઇગર શ્રોફ અને વરુણ ધવનને લઈને ઍક્શન ફિલ્મ ડિરેક્ટ કરવાનો હોવાની ચર્ચા છે. કરણના ધર્મા પ્રોડક્શન દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે કે તેનો આજે બર્થ-ડે હોવાથી તે તેની ડિરેક્ટર તરીકેને આગામી ફિલ્મની જાહેરાત કરશે. આ ફિલ્મ ઍક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કરણ છેલ્લાં ૨૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને તે ચોક્કસ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. આથી તે હવે એક્સપરિમેન્ટ્સ કરવા માગે છે. ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ બાદ તે હવે ઍક્શન ફિલ્મોને ડિરેક્ટ કરવા માગે છે. આ માટે તેણે વરુણ અને ટાઇગર પર પસંદગી ઉતારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ માટે કરણ હવે હિરોઇનને શોધી રહ્યો છે.