‘ગાંધી’ના રોલમાં પ્રતીક ગાંધી, શરુ થયું હંસલ મહેતાની આ સિરીઝનું શૂટિંગ
તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ
કી હાઇલાઇટ્સ
- મહાત્મા ગાંધીના જીવન પર આધારિત છે સિરીઝ
- પ્રતીક ગાંધી ભજવશે મહાત્માની ભૂમિકા
- ગુજરાતમાં શૂટિંગ શરુ થયું
‘સ્કેમ ૧૯૯૨ : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992 : The Harshad Mehta Story) વૅબ સિરીઝ દ્વારા કમાલ કરનાર બેલડી દિગ્દર્શક હંસલ મહેતા (Hansal Mehta) અને ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી (Pratik Gandhi) ફરી એકવાર સાથે કમાલ કરવા માટે તૈયાર છે. હંસલ મહેતાની સિરીઝ ‘ગાંધી’ (Gandhi)નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ગુજરાત (Gujarat)માં ‘ગાંધી’નું શૂટિંગ શરું (Gandhi Shooting Starts) થઈ ગયું છે જેની ઝલક પ્રોડક્શન હાઉસે શૅર કરી છે.