આ શોમાં અંજન શ્રીવાસ્તવ, ભારતી આચરેકર, સુમીત રાઘવન, પરિવા પ્રણતિ, ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી લીડ રોલમાં દેખાય છે.
વાગલે કી નઈ દુનિયાના એક હજાર એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમ પહોંચી સિદ્ધિવિનાયક મંદિર
સોની પર આવતી ‘વાગલે કી દુનિયા - નઈ પીઢી નયે રિશ્તે’એ હાલમાં જ એક હજાર એપિસોડ પૂરા કર્યા છે. આ શોમાં અંજન શ્રીવાસ્તવ, ભારતી આચરેકર, સુમીત રાઘવન, પરિવા પ્રણતિ, ચિન્મયી સાલ્વી અને શીહાન કપાહી લીડ રોલમાં દેખાય છે. શોના આટલા એપિસોડ થતાં તેમણે સિદ્ધિવિનાયક મંદિરે જઈને બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. આ સિરિયલ ૨૦૨૧માં શરૂ થઈ હતી. શોમાં રાજેશ વાગલેના રોલમાં જોવા મળતો સુમીત કહે છે, ‘આ ખરેખર પ્રશંસનીય છે. અમારી જર્નીની શરૂઆત સાધારણ ઉદ્દેશ સાથે થઈ હતી કે રોજબરોજના સામાન્ય વ્યક્તિની સ્ટોરી કહેવામાં આવે. આજે આ શો અમારા વિશ્વનું પ્રતિબિંબ બની ગયું છે. ભારતીય પરિવારોનાં સપનાંઓ, પડકાર, આનંદ અને જીવન પર આ શો દ્વારા પ્રકાશ પાડવામાં આવે છે. અમારા માટે આ સન્માનની બાબત છે કે અમારી સ્ટોરીઝ દર્શકોને સ્પર્શી જાય છે. આ જર્ની અર્થસભર રહી છે અને દર્શકોએ આપેલા સપોર્ટનો હું આભારી છું. લોકો સાથે અમારો સંબંધ મજબૂત બની ગયો છે.’

