Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: સોનમ વાંગચુક જેલમાંથી છૂટ્યા પછી લદ્દાખમાં આંદોલને જોર પકડ્યું

ન્યૂઝ શોર્ટમાં: સોનમ વાંગચુક જેલમાંથી છૂટ્યા પછી લદ્દાખમાં આંદોલને જોર પકડ્યું

Published : 17 March, 2026 09:01 AM | Modified : 17 March, 2026 10:13 AM | IST | Ladakh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકાર સાથેની વાતચીત બહુ ધીમી ગતિએ ચાલતી હોવાથી ગઈ કાલે લદ્દાખમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શન થયું હતું

વિરોધ-પ્રદર્શન

વિરોધ-પ્રદર્શન


કેન્દ્ર સરકાર સાથેની વાતચીત બહુ ધીમી ગતિએ ચાલતી હોવાથી ગઈ કાલે લદ્દાખમાં મોટા પાયે વિરોધ-પ્રદર્શન થયું હતું. રાજનેતાઓએ બંધનું એલાન કરતાં હજારો લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. લેહ ઍપેક્સ બૉડી અને કારગિલ ડેમોક્રૅટિક અલાયન્સે ગઈ કાલે એમના ચારસૂત્રી એજન્ડાને લઈને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિરોધ અંતર્ગત કારગિલ, લેહ, દ્રાસ અને આસપાસના વિસ્તારોએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો. આ તમામ વિસ્તારોમાં કડક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને કોઈ અપ્રિય ઘટના ઘટી નહોતી. 

આજે આઠ સંસદસભ્યોનું સસ્પેન્શન ખતમ થઇ જશે



સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા ૮ સંસદસભ્યોનું સસ્પેન્શન આજે સમાપ્ત કરી દેવામાં આવશે અને આ સંદર્ભમાં વિપક્ષ બપોરે ૧૨ વાગ્યે સસ્પેન્શન હટાવવા ઠરાવ લાવશે જેને મંજૂર કરવામાં આવશે. આ મુદ્દે સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી. બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સંસદસભ્યો ગૃહની કાર્યવાહી દરમ્યાન પ્લૅકાર્ડ્સ અને AI-જનરેટેડ ઇમેજનો ઉપયોગ કરવાનું ટાળશે અને ગૃહની ગરિમા જાળવી રાખશે. કૉન્ગ્રેસના ૭ અને મદુરાઈના એક ડાબેરી પક્ષના સંસદસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એમાં હિબી એડન, અમરિંદર સિંહ રાજા વારિંગ, મણિકમ ટાગોર, ગુરજિત સિંહ ઔજલા, કિરણકુમાર રેડ્ડી, પ્રશાંત પાડોલે, એસ. વેન્કટેશન અને ડીન કુરિયાકોસેનો સમાવેશ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 10:13 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK