૧૧૩ વર્ષ જૂના જૈન પ્રકાશના ઉત્કર્ષ કાજે ૧.૫૦ કરોડ રૂપિયાના ફન્ડથી હર્ષોલ્લાસ
પૂ. ધીરગુરુદેવ
ઑલ ઇન્ડિયા શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ-મુંબઈ છેલ્લાં ૧૨૦ વર્ષથી કાર્યરત છે. તેમના મુખપત્ર ‘જૈન પ્રકાશ’ની વિમોચનવિધિ મીનળબેન રોહિતભાઈ શાહના વરદ હસ્તે સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે પૂ. આગમમુનિ મ.સા. આદિ તથા પૂ. હસ્મિતાજી મ.સ., પૂ. મીનાજી મ.સ. અને પૂ. શુભેચ્છાકુમારી મ.સ. આદિ તથા શ્રેષ્ઠીવર્યો ઉપસ્થિત હતાં. પૂ. ગુરુદેવે જણાવ્યું હતું કે ‘આજના કાળમાં મૅગેઝિનો શરૂ કરવાં સહેલાં છે, ચલાવવાં આકરાં છે. સુખી સમાજે જવાબદારી સ્વીકારવી જોઈએ, કેમ કે જ્ઞાન દીવો છે અને જીવનને ઊર્ધ્વગામી બનાવે છે.’ શ્રી દશા શ્રીમાળી જૈન ભોજનાલય, પૂ. સદગુણાબેન સી. યુ. શાહ, પ્રમોદાબેન કોટીચા, ચીમનભાઈ સાવલા, શશિકાંત બદાણી, શિવુભાઈ લાઢિયા, મનોજ અજમેરા, માલિનીબેન સંઘવી, કૉન્ફરન્સના ટ્રસ્ટીઓ, પૂર્ણાબેન શેઠ, અમીષા વોરા વગેરે અનેક જ્ઞાનપ્રેમી દાતાઓના સહકારથી દોઢેક કરોડ રૂપિયાનું ફન્ડ એકઠું થયેલું.
ADVERTISEMENT
પૂ. ધીરગુરુદેવનો વિહાર કાર્યક્રમ
પૂ. શ્રી ધીરગુરુદેવ મંગળવારે ૧૭ માર્ચે સવારે ૭.૩૦ વાગ્યે હિંગવાલા મોટા ઉપાશ્રયથી વિહાર કરી વિનુભાઈ લાખાણીના નિવાસે નીલકંઠ રિગાલિયા, પંતનગર પધાર્યા બાદ ૮થી ૯ વાગ્યા દરમ્યાન ‘સમજો તો સુખ’ પર વ્યાખ્યાન યોજાશે. ત્યાર બાદ નવકારશી રાખી છે. પૂ. ગુરુદેવ લોનાવલા તરફ પધારશે.
