અલગ-અલગ પાત્રો ભજવવાની ઇચ્છા રાખનાર વિશ્વનાથે કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે હું એક જ પ્રકારના રોલમાં જકડાઈ રહેવાને બદલે અલગ-અલગ રોલ કરવામાં માનું છું
વિશ્વનાથ ચૅટરજી
સિરિયલ ‘હપ્પૂ કી ઉલટન પલટન’માં લૉયર બેનીનો રોલ કરનાર વિશ્વનાથ ચૅટરજીને લાગે છે કે લોકોને હસાવવા અઘરા છે. તેણે ‘લવ શગુન’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘લુકા છુપી’માં કામ કર્યું છે. અલગ-અલગ પાત્રો ભજવવાની ઇચ્છા રાખનાર વિશ્વનાથે કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે હું એક જ પ્રકારના રોલમાં જકડાઈ રહેવાને બદલે અલગ-અલગ રોલ કરવામાં માનું છું. મારી કરીઅરમાં મને ઘણાબધા કૉમેડી રોલ ભજવવાની તક મળી છે. એક પર્ફોર્મર માટે દર્શકોને હસાવવા સૌથી અઘરું કામ છે. મને ખુશી છે હું એ કરી શકું છું. મારા શોમાં હું સ્થિતિ પ્રમાણે
અને હળવી કૉમેડી કરું છું. એનાથી હું તરત મારા દર્શકો સાથે કનેક્ટ થઈ જાઉં છું.’


