Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Video: આ કામમાં વ્યસ્ત છે દિશા વાકાણી, અસિત મોદીએ દયાબેનની એન્ટ્રી પર આપી હિન્ટ

Video: આ કામમાં વ્યસ્ત છે દિશા વાકાણી, અસિત મોદીએ દયાબેનની એન્ટ્રી પર આપી હિન્ટ

15 February, 2023 05:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સૌથી પહેલા શૉ છોડીને જનાર દિશા વાકાણી (Disha Vakani) આ પાત્રને ભજવી રહ્યાં હતાં. આ દિશાના ગયા પછી મેકર્સને તેમનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી.

દિશા વાકાણી (ફાઈલ તસવીર)

દિશા વાકાણી (ફાઈલ તસવીર)


ટીવીનો પૉપ્યુલર કૉમેડી શૉ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah) અલગ અલગ કારણે ચર્ચામાં છે. શૉના અનેક જૂના ચહેરાઓએ શૉને અલવિદા કહી દીધો અને તેમના બદલે નવા ચહેરા પણ આવ્યા. તો શૉ છોડી ચૂકેલા કલાકારોએ મેકર્સ પર અનેક પ્રકારના આરોપ પણ મૂક્યા છે. આ આરોપો વચ્ચે મેકર્સ અત્યાર સુધી અંજલી મેહતા, તારક મેહતા અને ટપ્પૂના પાત્રને રિપ્લેસ કરી ચૂક્યા છે. તો, ચાહકો અત્યાર સધી દયાબેનનું પાત્ર ભૂલ્યા નથી અને તેઓ દયાબેનની રાહ જોઈ રહ્યા છે. સૌથી પહેલા શૉ છોડીને જનાર દિશા વાકાણી (Disha Vakani) આ પાત્રને ભજવી રહ્યાં હતાં. આ દિશાના ગયા પછી મેકર્સને તેમનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી.

હવે શૉના પ્રૉડ્યૂસર અસિત મોદી (Asit Modi)એ એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં દયાબેનના કમબૅક અને દિશા વિશે વાત કરી છે. અસિત મોદીએ પ્રેસ કૉન્ફ્રેન્સ દરમિયાન નવા ટપ્પૂને ઈન્ટ્રોડ્યૂસ કરાવ્યો. નવા ટપ્પૂનું પાત્ર નિતીશ ભુલાની ભજવી રહ્યા છે. આ પહેલા રાજ અનડકટ શૉમાં ટપ્પૂના પાત્રમાં દેખાયા હતા. તે પહેલા ભવ્ય ગાંધીએ આ પાત્ર ભજવ્યું હતું.



અસિત મોદી ઈચ્છે છે કે દિશા વાકાણીનું થાય કમબૅક
અસિત મોદીએ ટપ્પૂનું રિપ્લેસમેન્ટ કરી લીધું પણ જ્યારે તેમણે દયાબેનના પાત્રના કમબૅકની અને દિશા વાકાણીના કમબૅક વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે આનો જવાબ આપ્યો. અસિત મોદીએ કહ્યું, "આ પ્રશ્નોનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે. અમે પહેલેથી મન બનાવી રાખ્યું છે કે જૂના દયાબેન એટલે દિશા વાકાણી શૉમાં પાછા આવે. આ અમારી પણ ઈચ્છા છે."


દિશા વાકાણી પારિવારિક જીવનમાં છે વ્યસ્ત: અસિત મોદી
અસિત મોદીએ આગળ કહ્યું, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિશા વાકાણીને આ શૉ અને આના પાત્રને ભજવવા માટે ફરી આવી જાય. હવે તેમનું પારિવારિક જીવન છે અને તે પોતાના પારિવારિક જીવનને પ્રાથમિકતા આપી રહ્યા છે, તો તેમનું આવવું થોડુંક મુશ્કેલ લાગે છે."


આ પણ વાંચો : ડાન્સ આવડતો ન હોવા છતાં અદનાન ખાને પર્ફોર્મ કરીને સૌને ચોંકાવી દીધા

ટૂંક સમયમાં જ થશે દયાબેનનું કમબૅક : અસિત
અસિત મોદીએ કહ્યું કે શૉમાં ટપ્પૂનું કમબૅક પણ થઈ ગયું છે, માત્ર થોડી રાહ જોઈએ દયાબેન પણ આવી જશે. પોતાના ડાંડિયા અને ગરબાથી તમારું મનોરંજન કરશે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK